AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘કંતારા’ ફેમ ઋષભ શેટ્ટીને મળ્યો ‘મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર’નો એવોર્ડ, આ દિવસે મળશે સમ્માન

ઋષભ શેટ્ટીની (Rishab Shetty) ફિલ્મ 'કંતારા' બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મે એક પછી એક રેકોર્ડ તોડ્યા છે. હવે એક્ટર ઋષભ શેટ્ટીને આ ફિલ્મ માટે 'મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર'નો એવોર્ડ મળ્યો છે.

'કંતારા' ફેમ ઋષભ શેટ્ટીને મળ્યો 'મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર'નો એવોર્ડ, આ દિવસે મળશે સમ્માન
Rishab ShettyImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 9:41 PM
Share

કન્નડ એક્ટર ઋષભ શેટ્ટીને પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. તેની ફિલ્મ ‘કંતારા’ દ્વારા દુનિયામાં ખ્યાતિ મેળવનાર એક્ટરને દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં ‘મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર’નો એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે કન્નડ સિનેમાની સીમાઓ તોડીને અખિલ ભારતીય સ્તરે પોતાની ઓળખ બનાવનાર એક્ટર ઋષભ શેટ્ટીની પસંદગી કરવામાં આવી છે.

20 ફેબ્રુઆરીએ મળશે સન્માન

કેન્દ્રીય સેન્સર બોર્ડના સભ્ય અને દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના સીઈઓ અભિષેક મિશ્રાએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક્ટરને આ સન્માન 20 ફેબ્રુઆરીએ મુંબઈમાં આપવામાં આવશે.

દાદાસાહેબ ફાળકે અને દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ વચ્ચેનો તફાવત

તમને જણાવી દઈએ કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ વચ્ચે તફાવત છે. દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એ ભારતમાં એકમાત્ર સ્વતંત્ર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ છે. તેની શરૂઆત વર્ષ 2012માં થઈ હતી. ભારત સરકાર દ્વારા આપવામાં આવતો દાદા સાહેબ ફાળકે એવોર્ડ અલગ છે. આ એવોર્ડની શરૂઆત વર્ષ 1969માં કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Love Again Trailer: હોલિવૂડ એક્ટર સેમ હ્યુગન સાથે પ્રિયંકા ચોપરાનો રોમાન્સ, શાનદાર છે બંનેની કેમેસ્ટ્રી

‘કંતારા’એ બોક્સ ઓફિસ પર મચાવી હતી ધૂમ

ઋષભ શેટ્ટીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘કંતારા’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. 16 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 309.64 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસની વાત કરીએ તો આ ફિલ્મે દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર 407.82 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

બનશે કંતારાનો બીજો પાર્ટ

કંતારાને માત્ર લોકોને પસંદ જ નથી આવી, પરંતુ તેને બોક્સ ઓફિસ પર પણ ધમાલ મચાવી હતી. આ ફિલ્મનું બજેટ માત્ર 16 કરોડ હતું, પરંતુ આ ફિલ્મે પોતાની કમાણીથી બધાને હેરાન દીધા હતા. મેકર્સ તેનો બીજો ભાગ પણ દર્શકો માટે લઈને આવી રહ્યા છે. ઋષભ શેટ્ટીએ થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં કંતારા 2 વિશે જાણકારી આપી હતી. તેમના મતે બીજો ભાગ સિક્વલ નહીં પરંતુ પ્રિક્વલ હશે. તમને જણાવી દઈએ કે કંતારા 2024માં રિલીઝ થઈ શકે છે.

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">