ફેને કાજોલને પૂછ્યું: ‘અજય ન હોત તો શાહરૂખ સાથે લગ્ન કરી લેત?’, અભિનેત્રીએ આપ્યો રસપ્રદ જવાબ

કાજોલે તેના ઇન્સ્ટામાં એક સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું "આસ્ક મી સમથિંગ". જેમાં એક ફેને કાજોલને શાહરૂખ સાથે ના લગ્નને લઈને સવાલ કર્યો હતો. જાણો વિગતવાર.

  • Updated On - 1:37 pm, Tue, 22 June 21 Edited By: Gautam Prajapati
ફેને કાજોલને પૂછ્યું: 'અજય ન હોત તો શાહરૂખ સાથે લગ્ન કરી લેત?', અભિનેત્રીએ આપ્યો રસપ્રદ જવાબ
કાજોલ-શાહરુખ

બોલીવુડમાં ફિલ્મો સાથે ઘણી જોડીઓ પણ હીટ થઇ જતી હોય છે. ઘણી વાર જોવામાં આવ્યું છે કે ફિલ્મી જોડીના કલાકારોની હકીકતની જોડી કરતા પણ દર્શકોને વધુ પસંદ આવતી હોય છે. મહાનાયક અમિતાભ-રેખા, ઋષિ – નીતૂ, ધર્મેન્દ્ર અને હેમા માલિનીની જોડી પણ એવી પ્રખ્યાત હતી. જોકે આ જોડીઓમાં કેટલાકે રિયલ લાઈફમાં પણ સબંધ બાંધ્ય તો કેટલાકના સબંધ માત્ર પરદા પર રહી ગયા. આવી જ એક જોડી છે કાજોલ શાહરૂખની.

ફિલ્મોમાં સુપર હીટ આ જોડી વિશે ઘણી ચર્ચાઓ થતી હોય છે. ફિલ્મ ‘દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે’ હોય કે ‘ફિલ્મ કુછ કુછ હોતા હૈ’ જ્યારે પણ આ બંને સાથે આવ્યા છે ત્યારે ત્યારે દર્શકોએ તેમને વધાવી લીધા છે. તેમજ રિયલ લાઈફમાં શાહરૂખે ગૌરી સાથે લગ્ન કર્યા છે તો કાજોલે અભિનેતા અજય દેવગણ સાથે લગ્ન કર્યા છે. બંને કપલ રિયલ લાઈફમાં ઘણું ખુશ છે.

તાજેતરમાં કાજોલે તેના ઇન્સ્ટામાં એક સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું “આસ્ક મી સમથિંગ”. આ બાદ લોકોએ તેમને ખુબ સવાલ પૂછ્યા હતા. આ સવાલોની વચ્ચે અમુક એવા સવાલ હતા જેને લઈને ચર્ચાઓ જન્મી. જીહાં એક ફેનએ પૂછ્યું કે જો અજય દેવગણના હોત તો શું તેઓ શાહરૂખ સાથે લગ્ન કરી લેત? આ સવાલ પર કાજોલે એવો જવાબ આપ્યો કે લોકોએ જવાબ વાયરલ કરી દીધો.

આ પ્રશ્નના જવાબમાં અભિનેત્રીએ કહ્યું, ‘શું તે માણસે પ્રપોઝ ન કરવું જોઈએ?’ હવે કાજોલના આ જવાબ સાથે સોશિયલ મીડિયા પર હલચલ શરૂ થઈ ગઈ છે. કાજોલના આ જવાબ પર બધા ચાહકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કાજોલ ખુબ રમુજી સ્વભાવની છે અને તેને આ સવાલમાં કહ્યું કે જો અજય ના હોત તો પણ શાહરૂખે પ્રપોઝ તો કરવું જ પડે.

કાજોલ હંમેશાં તેના આવા જવાબોથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. તમને જણાવી દઈએ કે ઘણા ઇન્ટરવ્યુમાં, કાજોલે કહ્યું છે કે શાહરૂખ ખાન તેનો શ્રેષ્ઠ મિત્ર છે અને શાહરૂખ એકમાત્ર એવી વ્યક્તિ છે કે જેને તેના ગાલ ખેંચવાનો અધિકાર છે.

 

આ પણ વાંચો: Amrish Puri Birth Anniversary: બે દાયકા સુધી વીમા એજન્ટ તરીકે નોકરી કરવી પડી હતી ‘મોગેમ્બો’ને

આ પણ વાંચો: દરજીની એક ભૂલ બની ગઈ ફેશન, અમિતાભ બચ્ચને જણાવ્યો ફિલ્મ દીવારનો રોચક કિસ્સો

Click on your DTH Provider to Add TV9 Gujarati