Jolly LLB 3: આ વખતે સાથે જોવા મળશે બંને ‘જોલી’, સોશિયલ મીડિયા પર મીમ્સ થયા વાયરલ

સમાચાર આવી રહ્યા છે કે જોલી એલએલબી 3 (Jolly LLB) પણ આવવાની છે, જેમાં અરશદ વારસી અને અક્ષય કુમાર લડતા જોવા મળશે. નિર્દેશક સુભાષ કપૂરની આ ફિલ્મમાં બંને સાથે જોવા મળશે અને સૌથી મહત્વની વાત એ છે કે ત્રીજા પાર્ટમાં પણ જજ તરીકે એક્ટર સૌરભ શુક્લા જોવા મળશે.

Jolly LLB 3: આ વખતે સાથે જોવા મળશે બંને ‘જોલી’, સોશિયલ મીડિયા પર મીમ્સ થયા વાયરલ
Jolly-LLB-3
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2022 | 2:53 PM

જોલી એલએલબીને (Jolly LLB) બોલિવૂડની બેસ્ટ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. આ ફિલ્મના અત્યાર સુધીમાં બે ભાગ બની ચૂક્યા છે. પહેલા જોલી એલએલબીમાં અરશદ વારસી (Arshad Warsi) જોવા મળ્યો હતો, ત્યારબાદ તેની સિક્વલ એટલે કે જોલી એલએલબી 2માં અક્ષય કુમાર (Akshay Kumar) જોવા મળ્યો હતો. બંને કલાકારોએ શાનદાર કામ કર્યું હતું અને આ જ કારણ છે કે બંને ફિલ્મોને થિયેટરોમાં દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે જોલી એલએલબી 3 પણ આવવાની છે, જેમાં અરશદ વારસી અને અક્ષય કુમારની ટક્કર જોવા મળી શકે છે. નિર્દેશક સુભાષ કપૂરની આ ફિલ્મમાં બંને સાથે જોવા મળશે અને સૌથી મહત્વની વાત એ છે કે ત્રીજા ભાગમાં પણ એક્ટર સૌરભ શુક્લા જજ તરીકે જોવા મળશે.

તમને જણાવી દઈએ કે એલએલબીમાં અરશદ વારસી એક હિટ એન્ડ રનનો કેસ લડતો જોવા મળ્યો હતો, જ્યારે જોલી એલએલબી 2માં અક્ષય કુમાર એક ફેક એન્કાઉન્ટર કેસની વકીલાત કરતો જોવા મળ્યો હતો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રીજી ફિલ્મ પણ એ જ પ્રકારનો કમાલ બતાવશે, જેવી કમાલ અન્ય બે ફિલ્મોમાં બતાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ ફિલ્મ જબરદસ્ત હશે, દર્શકો તેની રાહ જોઈ રહ્યા છે, તો કેટલાક લોકો આ પર અલગ અલગ ફની મીમ્સ બનાવીને શેયર કરી રહ્યા છે.

પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે લખપતિ, જાણી લો
વિનોદ કાંબલીની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કેમ બદલ્યો?
દુનિયાની સૌથી મોંઘી ચા કઈ છે ? જાણો નામ
Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર
દુનિયાની સૌથી મોંઘી કોફી કઈ છે, અનોખી રીતે થાય છે તૈયાર

જુઓ ફની મીમ્સ

g clip-path="url(#clip0_868_265)">