AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 વર્ષથી વધારે સમયથી જેલ જવાના નામે ડરી રહેલાં શિલ્પા શેટ્ટી અને ગોવિંદા એક કોર્ટના ફેસલાથી બચી ગયાં!

જાણીતાં ફિલ્મ અભિનેતા ગોવિંદા અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીને મંગળવારે ઝારખંડ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. પાકુડ જિલ્લા અદાલતમાં ચાલી રહેલી બંને પરની કાર્યવાહીને ઝારખંડ હાઈકોર્ટે રોકી દેવા આદેશ આપ્યો છે. આખી ઘટનાને સમજવા માટે આપણે ભૂતકાળમાં જવું પડશે કારણ કે આ કેસ 20 વર્ષ જૂનો છે. 1996માં એક ફિલ્મ આવેલી જેનું નામ હતું છોટે સરકાર. […]

20 વર્ષથી વધારે સમયથી જેલ જવાના નામે ડરી રહેલાં શિલ્પા શેટ્ટી અને ગોવિંદા એક કોર્ટના ફેસલાથી બચી ગયાં!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 29, 2019 | 4:50 PM

જાણીતાં ફિલ્મ અભિનેતા ગોવિંદા અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીને મંગળવારે ઝારખંડ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. પાકુડ જિલ્લા અદાલતમાં ચાલી રહેલી બંને પરની કાર્યવાહીને ઝારખંડ હાઈકોર્ટે રોકી દેવા આદેશ આપ્યો છે.

આખી ઘટનાને સમજવા માટે આપણે ભૂતકાળમાં જવું પડશે કારણ કે આ કેસ 20 વર્ષ જૂનો છે. 1996માં એક ફિલ્મ આવેલી જેનું નામ હતું છોટે સરકાર. આ ફિલ્મમાં એક ગીત હતું કે ‘એક ચુમ્મા તું મુઝકો ઉધાર દે દે….બદલે મેં યુપી બિહાર લે લે’ આ ગીતને અપમાનજનક ગણાવીને બાલમુકુન્દ તિવારીએ પાકુડમાં કેસ કર્યો હતો અને આ કેસમાં કોર્ટે શિલ્પા શેટ્ટી અને ગોવિંદાને સમન્સ જારી કર્યું હતું.

આ સમન્સને અવગણીને શિલ્પા શેટ્ટી અને ગોવિંદાએ કોર્ટમાં હાજરી આપી ન હતી. આમ સમન્સ બાદ પણ હાજર ન થતાં કોર્ટે બંનેની વિરુદ્ધમાં વોરન્ટ  જાહેર કરી દીધું હતું. આ કાર્યવાહીથી બચવા માટે બંનેના વકીલે ઝારખંડ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય કરો આ નેઈલ આર્ટ- જુઓ લેટેસ્ટ ટ્રેન્ડ્સ
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
ABCD ની અભિનેત્રીના ઇટલીમાં લગ્ન, સફેદ ગાઉનમાં દેખાઇ ખૂબ જ સુંદર
ચેતવણી! વર્ષ 2025ની આવનારી '23 તારીખો' ભયથી ભરેલી છે
નીમ કરોલીએ કહ્યું, આ સંકેતો મળે તો સમજવું 'ગોલ્ડન પીરિયડ' શરૂ થયો

શિલ્પા અને ગોવિંદાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ ગીતમાં કોઈનું પણ અપમાન કરવામાં આવ્યું નથી. આ ગીત શરુ થાય તે પહેલાં પણ એક સૂચના બતાવવામાં આવી હતી જેમાં લખ્યું છે કે આ ગીતના દ્રશ્યો અને શબ્દો સાથે કોઈને સંબંધ નથી. આ ગીત માત્ર મનોરંજન માટે છે. આ ગીતમાં જાણીજોઈને કોઈ એવું અપમાન કરવામાં આવ્યું નથી. જેથી આ કાર્યવાહીને અટકાવી દેવામાં આવે. આમ સુનાવણી પછી નીચલી અદાલતે ઈશ્યું કરેલાં વોરંટને ઝારખંડ હાઈકોર્ટે રદ્દ કરી દીધું છે.

[yop_poll id=”894″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">