‘ઝલક દિખલા જા’ના સેટ પર જાહ્નવીએ મચાવી ધમાલ, ડાન્સ મૂવ્સ જોઈને ફેન્સ થયા પાગલ

|

Nov 02, 2022 | 10:40 PM

જાહ્નવી કપૂરે (Janhvi Kapoor) ફરી એકવાર પોતાના ડાન્સિંગ મૂવ્સથી લોકોને દિવાના બનાવી દીધા છે. ઝલક દિખલા જાના સેટ પરથી સામે આવેલ એક્ટ્રેસનો બેલી ડાન્સ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

ઝલક દિખલા જાના સેટ પર જાહ્નવીએ મચાવી ધમાલ, ડાન્સ મૂવ્સ જોઈને ફેન્સ થયા પાગલ
Mili Actress Janhvi

Follow us on

જાહ્નવી કપૂર હાલમાં તેની અપકમિંગ ફિલ્મ મિલીને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસ હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક્ટ્રેસ ફિલ્મના પ્રમોશન માટે ટેલિવિઝનના લોકપ્રિય ડાન્સ શો ‘ઝલક દિખલા જા’ના સેટ પર પહોંચી હતી. જ્યાં તેણે પોતાના ડાન્સ મૂવ્સથી લોકોને દિવાના બનાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેની એક્ટિંગ સ્કિલ્સ અને તેના પરફેક્ટ ડાન્સિંગ મૂવ્સ માટે જાણીતી છે. હાલમાં જાહ્નવી કપૂરનો લેટેસ્ટ ડાન્સિંગ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

આ પહેલીવાર નથી જ્યારે જાહ્નવીનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા પણ એક્ટ્રેસના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે જાહ્નવીએ એક શો દરમિયાન કહ્યું હતું કે તેણે કોવિડ 19 દરમિયાન લોકડાઉનમાં બેલી ડાન્સ શીખ્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. જાહ્નવીના ડાન્સ રીલને પણ લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ જ કારણ છે કે હવે એક્ટ્રેસ જ્યાં પણ જાય છે, તેણે લોકોની આ ડિમાન્ડ કે તે બેલી ડાન્સ કરે તે પૂરી કરવી જ પડે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

અહીં જુઓ જાહ્નવી કપૂરનો ડાન્સ વીડિયો

ઝલકના સ્ટેજ પર જાહ્નવીએ લગાવી આગ

આ દરમિયાન એક્ટ્રેસ તેની અપકમિંગ ફિલ્મ મિલીના પ્રમોશન માટે ઝલક દિખલા જાના સેટ પર પહોંચી હતી. જ્યાં શોના જજ માધુરી સહિત તમામ લોકોએ તેની સામે બેલી ડાન્સ કરવાની ડિમાન્ડ મૂકી. પછી એવું તો શું થયું કે જાહ્નવીને આ ડિમાન્ડ પૂરી કરવી પડી. જે બાદ એક્ટ્રેસે સ્ટેજ પર પોતાના ડાન્સથી એવી આગ લગાવી દીધી કે બધા દંગ રહી ગયા. કલર્સ ટીવીએ પણ જાહ્નવીનો આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કર્યો છે.

ફિલ્મ ‘મિલી’ના પ્રમોશનમાં બિઝી છે એક્ટ્રેસ

વર્કફ્રન્ટની વાત કરીએ તો બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર હાલમાં તેની ફિલ્મ મિલીના પ્રમોશનમાં બિઝી છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર બહાર આવ્યું છે ત્યારથી એક્ટ્રેસની એક્ટિંગમાં સુધારો માટે ફેન્સ તરફથી પ્રશંસા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાહ્નવી માટે તેની આ જર્ની ઘણી પડકારજનક રહી છે. આ ફિલ્મમાં મનોજ પાહવા અને સની કૌશલ પણ છે. આ ફિલ્મના નિર્માતા ઝી સ્ટુડિયો અને બોની કપૂર છે. આ ફિલ્મ આ શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થશે.

Next Article