ભારતીય સૈન્યએ બોલીવુડની ‘શેરની’ વિદ્યાના નામે રાખ્યું ફાયરિંગ રેજિમેન્ટનું નામ, જાણો વિગત
બોલીવુડની અભિનેત્રી વિદ્યાના ફેન્સ માટે ખુબ મોટા સમાચાર આવ્યા છે. અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે ભારતીય સૈન્યએ એક ફાયરીંગ રેજીમેન્ટનું નામ વિદ્યાના નામ પર રાખ્યું છે.
વિદ્યા બાલન આજ કાલ ખુબ ચર્ચામાં રહે છે. વિદ્યાની ફિલ્મ શેરની ખુબ સફળ નીવળી રહી છે. તેની સફળતાથી લઈને એકેડમી એવોર્ડની નિમણુંક સમિતિમાં શામેલ થવા સુધી વિદ્યા આજકાલ ખુબ હેડલાઈન્સ લુંટી રહી છે. ફરી એકવાર વિદ્યા આવા જ કંઇક સકારાત્મક અહેવાલને લઈને ચર્ચામાં છે.
વાત જાણે એમ છે કે કાશ્મીરમાં એક સૈનિક ફાયરીંગ રેન્જનું નામ વિદ્યાના નામ પર રાખવામાં આવ્યું છે. આ ખુબ મોટા સમ્માનની વાત છે. વિદ્યા બાલન છેલ્લા ઘણા વર્ષોથી બોલીવુડમાં કામ કરે છે અને નામ કમાય છે.
તમને જણાવી દઈએ કે વિદ્યાએ કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા આયોજિત ગુલમર્ગ વિન્ટર ફેસ્ટીવલમાં ભાગ લીધો હતો. આ સમયે અહેવાલ આવ્યા છે કે વિદ્યા બાલનની વિભિન્ન ઉપલબ્ધિઓનું સમ્માન કરીને ભારતીય સેનાએ ગુલમર્ગમાં એક સૈનિક ફાયરીંગ રેન્જનું નામ વિદ્યાના નામ પર રાખવામાં આવ્યું છે. જી હા ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર તેનું નામ ‘વિદ્યા બાલન ફાયરીંગ રેન્જ’ રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે વિદ્યા પોતાના પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે ત્યાં હાજર હતી.
તમને જાણાવી દઈએ કે માત્ર અભિનયમાં જ નહીં પરંતુ સામાજિક કાર્યોમાં પણ આગળ રહે છે. વિદ્યા સ્ત્રી સશક્તિકરણ અને ઘણા સામાજિક મુદ્દાઓને લઈને કાર્યો કરતી જોવા મળે છે. વિદ્યા ઘણીવાર રૂઢીવાદ, આત્મા અને પ્રેમ, શરીરની સકારાત્મકતા વગેરે જેવા સામાજિક વિષયો પર વાત કરતી જોવા મળે છે. અહેવાલો અનુસાર વિદ્યા સમાજમાં અને ફિલ્મોમાં પણ ત્તાકત સ્વતંત્રતા સને સાહસને પ્રોત્સાહન આપતી હોય છે.
તમને જણાવી દઈએ કે ઘણી બધી હીટ ફિલ્મો આપ્યા બાદ વિદ્યાએ ઘણી મહેનતથી બોલીવુડમાં જગ્યા બનાવી છે. તે ભારતીય ઈતિહાસની ટોપ હિરોઈનની હરોળમાં સ્થાન પામે એમ છે. તાજેતરમાં જ આવેલી ફિલ્મ શેરનીમાં તેના ખુબ વખાણ થઇ રહ્યા છે. વિદ્યાના કામને વખાણતા લોકો થાકી નથી રહ્યા. તેમજ વિદ્યા આગળ પણ ઘણી ફિલ્મોમાં જોવા મળવાની છે.
આ પણ વાંચો: Rahul Gandhiની આ વાતને લઈને તૂટી ગયો બચ્ચન અને ગાંધી પરિવારનો સંબંધ, જાણો પૂર્વ સાંસદનાં પુસ્તકનાં દાવા
આ પણ વાંચો: Bollywood News: એકવાર ફરી આવી રહ્યું છે Akshay Kumar-શિલ્પા શેટ્ટીનું ગીત ચૂરા કે દિલ મેરા