Rahul Gandhiની આ વાતને લઈને તૂટી ગયો બચ્ચન અને ગાંધી પરિવારનો સંબંધ, જાણો પૂર્વ સાંસદનાં પુસ્તકનાં દાવા
એક સમય હતો જ્યારે ગાંધી અને નહેરુ પરિવારની સાથે બચ્ચન પરિવારનાં ખૂબ સારા સંબંધો હતા. પરંતુ થોડા સમય પછી, સંબંધોમાં ખટાશ પેદા થવા લાગી હતી.
એક સમય હતો જ્યારે ગાંધી અને નહેરુ પરિવારની સાથે બચ્ચન પરિવાર(Bachchan Family)નાં ખૂબ સારા સંબંધો હતા. પરંતુ થોડા સમય પછી, સંબંધોમાં ખટાશ પેદા થવા લાગી હતી. જેના કારણે બચ્ચન પરિવારના સંબંધો ગાંધી અને નહેરુ પરિવાર(Gandhi Nehru Family) સાથે ખરાબ થઈ ગયા.
તાજેતરમાં પ્રકાશિત પુસ્તકમાં આ ઘટના વિશે મોટો ખુલાસો થયો છે. વરિષ્ઠ પત્રકાર અને પૂર્વ સાંસદ સંતોષ ભારતીયનું નવું પુસ્તક ‘વી.પી.સિંહ, ચંદ્રશેખર, સોનિયા ગાંધી અને હું’ તાજેતરમાં જ બહાર પાડવામાં આવી છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul gandhi)ના શિક્ષણ માટે સોનિયા ગાંધીએ અમિતાભ બચ્ચને(Amitabh Bachchan) ફી માટેની વ્યવસ્થા કરવા કહ્યું હતું, પરંતુ તેમણે તે ચૂકવવાનો ઇનકાર કરી દીધો હતો.
આ પુસ્તકમાં લેખકે લખ્યું છે કે, ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા પછી, સોનિયા ગાંધી તેમના પુત્રના શિક્ષણને લઈને ખૂબ ચિંતિત હતા, તેનો ઉલ્લેખ તેમણે અમિતાભ બચ્ચન સમક્ષ કર્યો હતો. પરંતુ અમિતાભ બચ્ચને આ વિષય વિશે વાત કરતી વખતે કહ્યું હતું કે ‘ પૈસામાં લલિત સૂરી અને સતિષ શર્માએ ગડબડી કરી દિધી . કંઇ છે જ નહીં પરતુ હું કઈ કરીશ.’ ચાલો તમને જણાવી દઈએ કે, લલિત સુરી અને સતિષ શર્મા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હતા અને તે સમયે તે રાજીવ ગાંધીની નજીક હોવાનું કહેવાય છે.
આ પુસ્તકમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાજીવ ગાંધી જીવતા હતા ત્યારે સુરી, શર્મા અને બચ્ચનજીએ મળીને ચોખાનો ધંધો શરૂ કર્યો હતો. આ પુસ્તકમાં, ભારતીય જીએ લખ્યું છે કે ‘અહીંથી બાસમતી ચોખા જતા, ત્યાં તે’ જાદુ ‘થી પરમલમાં બદલી જતા હતા. જો કે ભારત સરકારે તેની મંજૂરી આપી હતી, તો બીજા લોકો પણ હતા જે આનો ભાગ હતા પરંતુ ક્યારેય કોઈનું નામ સામે આવ્યું નથી.
આ પુસ્તકમાં આગળ સંતોષ ભારતીય લખે છે કે અમિતાભ બચ્ચને સોનિયા ગાંધીની વાત પર તેમની પાસે એક હજાર ડોલરનો ચેક મોકલ્યો હતો (વર્તમાનમાં લગભગ, 74,500 રૂપિયા) પરંતુ સોનિયા ગાંધીએ આ ચેક સ્વીકાર કર્યો નહીં અને તે પરત મોકલી દીધો. અમિતાભ બચ્ચનની આ શૈલીને સોનિયા ગાંધી ક્યારેય ભૂલી શક્યા નહીં અને તેમણે તેને તેમનું અપમાન માન્યું અને ત્યાંથી તેમના સંબંધ તૂટી ગયા.