એશિયા કપમાં ભારતની જીતથી બોલિવુડમાં ખુશીની લહેર, આ સેલેબ્સે ખાસ રીતે પાઠવ્યા અભિનંદન
એશિયા કપ 2023ની (Asia Cup 2023) ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે શાનદાર જીત હાંસલ કરી છે. બોલિવુડ સેલેબ્સ પણ ભારતની જીતથી ખુશ છે. અનુષ્કા શર્માથી લઈને વિકી કૌશલ સુધી દરેક સોશિયલ મીડિયા દ્વારા ટીમ ઈન્ડિયાને અભિનંદન આપી રહ્યા છે. ભારતની જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. સાઉથ સિનેમાના ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ પણ મોહમ્મદ સિરાજના વખાણ કર્યા છે.
એશિયા કપની (Asia Cup 2023) ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 10 વિકેટે હરાવીને ઐતિહાસિક જીત હાંસલ કરી છે. પહેલા ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે શ્રીલંકાની આખી ટીમ માત્ર 50 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જે બાદ ભારતે માત્ર 6 ઓવરમાં જ એશિયા કપનો ખિતાબ જીતી લીધો હતો. ભારતની જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે, તો બોલિવુડ સ્ટાર્સ પણ કેવી રીતે પાછળ રહી શકે. બોલિવુડ સેલેબ્સ પણ આ શાનદાર જીત માટે ટીમ ઈન્ડિયાને અભિનંદન આપી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના આવા પ્રદર્શનને જોઈને અનુષ્કા શર્માથી લઈને વિકી કૌશલ સુધી બધા ખૂબ જ ખુશ છે. તેમજ બોલિવુડ સેલેબ્સે આ જીતની અલગ અલગ રીતે ઉજવણી કરી હતી અને સોશિયલ મીડિયા દ્વારા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
સાઉથ સિનેમાના સૌથી સક્સેસફુલ ડાયરેક્ટર્સમાંથી એક એસએસ રાજામૌલી પણ ભારતીય બોલર મોહમ્મદ સિરાજના ફેન બની ગયા છે. બોલિંગમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોઈને તેમને સિરાજના ખૂબ વખાણ કર્યા છે. એસએસ રાજામૌલીએ ટ્વિટ કર્યું છે કે ‘સિરાજ મિયાં, અમારી ટોલી ચોકીનો છોકરો એશિયા કપની ફાઈનલમાં 6 વિકેટ લઈને ચમક્યો છે.’
Siraj Miyan, Our Tolichowki boy shines at the Asia Cup final with 6 wickets… And has a big heart, running to long-on to stop the boundary off his own bowling…
— rajamouli ss (@ssrajamouli) September 17, 2023
(Tweet : rajamouli ss twitter)
બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતી વખતે એક્ટરે લખ્યું છે કે ‘ટીમ ઈન્ડિયાએ તેની બોલિંગ પાવર બતાવ્યો છે, આ શાનદાર જીત માટે તમને અભિનંદન.’
વિકી કૌશલે સિરાજના કર્યા વખાણ
બોલિવુડ એક્ટર વિકી કૌશલ પણ મોહમ્મદ સિરાજની ચમત્કારી બોલિંગને જોઈને પોતાની જાતને વખાણ કરવાથી રોકી શક્યો નહીં. કેટરીના કૈફના પતિએ ઈન્સ્ટાગ્રામ પર સિરાજના વખાણ કર્યા છે.
આ સાથે જ અનુષ્કા શર્માએ પણ ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન આપતા મોહમ્મદ સિરાજના વખાણ કર્યા છે. ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતી વખતે વિરાટ કોહલીની પત્નીએ લખ્યું છે કે ‘ક્યા બાત હૈ મિયાં મેજિક’… પરંતુ માત્ર અનુષ્કા જ નહીં પરંતુ સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીએ પણ ટીમને અભિનંદન પાઠવ્યા છે અને સિરાજના ખૂબ વખાણ કર્યા છે.
આ પણ વાંચો: ઉર્વશી રૌતેલા બાદ હવે એલ્વિશ યાદવ આ એક્ટ્રેસ સાથે રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યો, જુઓ Viral Video
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ પાકિસ્તાન સામે ભારતના શાનદાર પ્રદર્શનની બોલિવુડ સેલેબ્સ દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી હતી.એક તરફ અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલીની સદી પર ખુશ હતી. તો અમિતાભ બચ્ચનથી લઈને કાર્તિક આર્યન સુધી, બોલિવુડના ઘણા કલાકારોએ ટીમને તેની શાનદાર બેટિંગ માટે અભિનંદન આપ્યા હતા.