23 વર્ષ બાદ સાથે જોવા મળશે આ ‘સુપરહિટ જોડી’? Karan Johar ના નવા વીડિયોએ ફેન્સની ઉત્સુકતા વધારી

સિનેમા જગતની એક સુપરહિટ અને લોકપ્રિય જોડી આશરે 25 વર્ષ બાદ ફરી એકસાથે જોવા મળતા ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બંને સેલિબ્રિટીએ જૂના અંદાજમાં વાપસી કરી છે, જેને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓનું જોર વધી ગયું છે.

23 વર્ષ બાદ સાથે જોવા મળશે આ સુપરહિટ જોડી? Karan Johar ના નવા વીડિયોએ ફેન્સની ઉત્સુકતા વધારી
| Updated on: Nov 17, 2026 | 8:18 PM

ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ની Pooh અને રોહનને કોણ ભૂલી શકે? કરીના કપૂર ખાનનો ગ્લેમર અને હૃતિક રોશનનો મસ્ત અંદાજ આજે પણ લોકોને યાદ છે. હવે લગભગ 25 વર્ષ પછી બંને સ્ટાર એકવાર ફરી પોતાના એ જ કિરદારમાં નજર આવ્યા છે.

કરણ જોહરે એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને ફેન્સ જૂની યાદોમાં ખોવાઈ ગયા છે. જો કે, આ વીડિયોએ લોકોની સામે મોટો સવાલ ઊભો કરી દીધો છે. લોકો એ કહી રહ્યા છે કે, શું Kareena Kapoor અને Hrithik Roshan જલ્દી જ કોઈ મૂવીમાં નજર આવશે?

શું સાથે દેખાશે Hrithik-Kareena?

ફિલ્મમેકર કરણ જોહરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખાસ વીડિયો શેર કર્યો છે. તેમાં કરીના એકવાર ફરી ‘પૂ’ના અંદાજમાં મેકઅપ કરતી દેખાય છે. તેના લાલ સેન્ડલ અને ખાસ સ્ટાઇલને પણ બતાવવામાં આવી છે. હૃતિક રોશન પણ તેના જૂના કિરદાર રોહનના લુકમાં નજર આવે છે.

વીડિયોની સાથે કરણે લખ્યું, ‘કેટલીક કહાનીઓ 25 વર્ષ પછી પણ ખતમ થતી નથી.’ તેના અંતમાં 19 નવેમ્બર 2026 ની તારીખ દેખાડવામાં આવી છે. એવામાં ફેન્સ જાણવા માંગે છે કે, આ દિવસે શું ખાસ થવાનું છે? જો કે, વીડિયોના અંતમાં Airbnb નો લોગો પણ નજર આવે છે.

સીક્વલ કે નવી ફિલ્મ?

આનાથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, આ કોઈ બ્રાન્ડ સાથે મળીને કરવામાં આવેલું ખાસ પ્રમોશન હોઈ શકે છે. આવામાં તેને ‘કભી ખુશી કભી ગમ’ ની સીક્વલ કે નવી ફિલ્મ માની લેવી ઉતાવળ ગણાશે.

જણાવી દઈએ કે, એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને હૃતિક રોશન છેલ્લીવાર વર્ષ 2003માં આવેલી ફિલ્મ ‘મૈં પ્રેમ કી દીવાની હૂં’ માં સાથે નજર આવ્યા હતા. હવે લગભગ 23 વર્ષ પછી બંનેને એક સાથે જોઈને ફેન્સની ખુશી વધી ગઈ છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, કરીના કપૂર ખાન છેલ્લીવાર ફિલ્મ ‘દાયરા’ માં નજર આવી હતી. આ ફિલ્મને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. આ મૂવી થોડા દિવસો પહેલા Netflix પર રિલીઝ થઈ છે અને OTTની દુનિયામાં લોકો આ ફિલ્મને ઘણી પસંદ કરી રહ્યા છે.

24 કલાકમાંથી 8 કલાક ઊંઘ અને 16 કલાકમાં દર 6 મિનિટે એક સિગારેટ, આલિયા ભટ્ટ પેટમાં હતી ત્યારે સોનીની આવી સ્થિતિ હતી

Follow Us
Loading...
Unable to load recommendations.