Entertainment: હર્ષ લિમ્બાચીયાએ ભારતી સિંહના વજનની ઉડાવી મજાક, લાઈવ શોમાં કોમેડિયનનો ગુસ્સો ફૂટ્યો!

હર્ષ લિમ્બાચિયા અને ભારતી સિંહ (Bharti Singh) વચ્ચે ઘણી વખત મીઠાં ઝઘડાઓ થતા હોય છે, પરંતુ એકવાર હર્ષે તેના વજન વિશે ટિપ્પણી કરી હતી. જોકે, મૌન રહેનારાઓમાં ભારતી ક્યાં હતી, તેણે પણ જડબાતોડ જવાબ આપીને હર્ષ (Haarsh Limbachiyaa) ને ચૂપ કરી દીધો હતો.

Entertainment: હર્ષ લિમ્બાચીયાએ ભારતી સિંહના વજનની ઉડાવી મજાક, લાઈવ શોમાં કોમેડિયનનો ગુસ્સો ફૂટ્યો!
harsh limbachiyaa makes fun of bharti singh weight call her video viral (Image-Social Media)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 5:03 PM

ભારતી સિંહ (Bharti Singh) અને હર્ષ લિમ્બાચીયા (Harsh Limbachiya) ટીવીના લોકપ્રિય કપલમાંથી એક છે. બંને ઘણીવાર એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળે છે. ભારતી અને હર્ષ કેમેરા સામે એકબીજાની મજાક ઉડાવવાનું ચૂકતા નથી. એકવાર મજાકમાં હર્ષે ભારતી સિંહને બીન બેગ પણ કહી હતી, પરંતુ ભારતીએ પણ તેને બધાની સામે જડબાતોડ જવાબ આપ્યો હતો.

હર્ષે ભારતીના વજનની ઉડાવી હતી મજાક

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હર્ષ (Harsh Limbachiya) પત્ની ભારતીની સ્થૂળતાની મજાક ઉડાવતો જોવા મળે છે. આ વીડિયો રિયાલિટી ડાન્સ શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’નો (India’s Best Dancer) છે. જે આ દિવસોમાં ઈન્ટરનેટ પર છે. શો માં હર્ષ તેની પત્ની ભારતીના વજનને લઈને મજાક કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ભારતી તેની રમૂજની ભાવનાથી તેને પણ ધોઈ નાખે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જૂઓ વીડિયો…..

ભારતી સિંહે આપ્યો જડબાતોડ જવાબ

વીડિયોમાં હર્ષ લિમ્બાચીયા કહે છે, બીન બેગ ગમે તેટલી આરામદાયક હોય, પરંતુ આખી જીંદગી બીન બેગ સાથે ન હોય. આ પછી તે તરત જ મામલો સંભાળી લે છે અને ભારતીને કહે છે, હું મજાક કરી રહ્યો હતો. આ માત્ર મજાક હતી. આના પર ભારતી સિંહ કહે છે, અરે! ઘણા લોકો આ બીન બેગની ટોચ પર બેસવા માટે ઉત્સુક છે, પરંતુ હજુ પણ હું આ લાકડાની ખુરશી પર બેઠી છું.

ભારતી સિંહ પ્રેગ્નન્સી માણી રહી છે

કોમેડિયન ભારતી સિંહ હાલમાં પોતાની પ્રેગ્નન્સી માણી રહી છે. તે બહુ જલ્દી જ એક બાળકને જન્મ આપશે. આ દિવસોમાં ભારતી ઘણીવાર બેબી બમ્પ દર્શાવતા ફોટોશૂટ કરાવે છે. ભારતીએ જણાવ્યું હતું કે તેની ડિલિવરી આ વર્ષે એપ્રિલમાં થવાની છે. થોડા દિવસો પહેલા ભારતી અને હર્ષે તેમના માતા-પિતા બનવાનો આનંદ ચાહકો સાથે ખાસ રીતે શેયર કર્યો હતો.

આ પણ વાંચો: Bharti Singhને ફોટોગ્રાફર્સે પૂછ્યું અમે મામા ક્યારે બનીશું? કોમેડિયને એવો જવાબ આપ્યો કે સાંભળીને પતિને પણ આવશે શરમ

આ પણ વાંચો: Bharti Singh અને હર્ષ લિંબાચીયાએ બેબી પ્લાનિંગ વિશે આપી આ માહિતી

g clip-path="url(#clip0_868_265)">