‘હિરો નંબર 1’ નો અનોખો અંદાજ : બોલિવુડ અભિનેતા ગોવિંદાએ એરપોર્ટ પર ફેન્સ સાથે આ રીતે ઉજવ્યો જન્મદિવસ, જુઓ VIDEO

આજે અભિનેતા ગોવિંદાનો જન્મદિવસ છે પરંતુ તેના ચાહકોએ એક દિવસ અગાઉ જ એરપોર્ટ (Mumbai Airport) પર તેનો જન્મદિવસ ઉજવ્યો હતો.

'હિરો નંબર 1' નો અનોખો અંદાજ : બોલિવુડ અભિનેતા ગોવિંદાએ એરપોર્ટ પર ફેન્સ સાથે આ રીતે ઉજવ્યો જન્મદિવસ, જુઓ VIDEO
Govinda celebrated his birthday
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 21, 2021 | 7:25 AM

Viral Video : બોલિવૂડના ફેમસ એક્ટર ગોવિંદા આજે ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (Film Industry) એટલા એક્ટિવ ન હોય, પરંતુ આજે પણ તેમની લોકપ્રિયતા(Pouularity)  કોઈ સુપરસ્ટારથી ઓછી નથી.ગોવિંદા આ દિવસોમાં રિયાલિટી શોમાં જોવા મળી રહ્યા છે. ગોવિંદા જ્યારે પણ કોઈ જાહેર સ્થળે જોવા મળે છે ત્યારે તેના ચાહકોની ભારે ભીડ જોવા મળે છે.

એરપોર્ટ પર ઉજવ્યો જન્મદિવસ

આજે અભિનેતા ગોવિંદાનો જન્મદિવસ છે પરંતુ તેના ચાહકોએ એક દિવસ અગાઉ જ એરપોર્ટ (Mumbai Airport) પર તેનો જન્મદિવસ ઉજવ્યો હતો.જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા (Sunita Ahuja)સાથે જોવા મળી રહ્યા છે. સાથે જ આસપાસ તેમના ચાહકોની ભીડ જોવા મળી રહી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ગોવિંદા ફેન્સ સાથે તેનો જન્મ દિવસ ઉજવતા જોવા મળે છે.

જુઓ વીડિયો

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં ગોવિંદા કેક કાપતા જોવા મળે છે, કેક પર ‘હીરો નંબર 1’ લખેલું છે. સાથે જ ગોવિંદાની પત્ની સુનીતા આહુજા આ પ્રેમ માટે ચાહકોનો આભાર વ્યક્ત કરતી જોવા મળે છે. આ વીડિયોમાં સૌથી ખાસ વાત એ છે કે ત્યાં હાજર ગોવિંદાના ફેન્સ તેને વારંવાર ‘હીરો નંબર 1’ કહેતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

અભિનેતાનો આજે જન્મદિવસ

તમને જણાવી દઈએ કે, 21 ડિસેમ્બર ના રોજ ગોવિંદાનો જન્મદિવસ છે. પરંતુ ચાહકોએ એક દિવસ પહેલા જ તેનો જન્મદિવસ ઉજવ્યો. તમને જણાવી દઈએ કે, ગોવિંદાનો જન્મ 21 ડિસેમ્બર 1963ના રોજ મુંબઈમાં થયો હતો. અભિનેતાએ પોતાના કરિયરમાં 165 થી વધુ ફિલ્મો કરી છે. તેણે ડેવિડ ધવન સાથે ‘નં. 1’ સિરીઝમાં ઘણી ફિલ્મો કરી જેમાં ‘કુલી નંબર 1’, ‘હીરો નંબર 1’ અને ‘જોડી નંબર 1’નો સમાવેશ થાય છે. ગોવિંદા હાલમાં જ સલમાન ખાન સાથે બિગ બોસમાં પણ જોવા મળ્યો હતા.

આ પણ વાંચો : Photos : ઉર્વશી રૌતેલાએ ‘મિસ યુનિવર્સ 2021’ ઈવેન્ટમાં પહેર્યો અમૂલ્ય ડ્રેસ, આટલી કિંમતમાં તમે ખરીદી શકો છો ફ્લેટ !

આ પણ વાંચો : આખરે રાજ કુન્દ્રાએ તોડ્યુ મૌન, જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રથમ વખત આપ્યુ સત્તાવાર નિવેદન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati