AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangubai Kathiawadi Box Office Collection Day 1: આલિયા ભટ્ટની ફિલ્મે ઓપનિંગ ડે પર મચાવી ધમાલ, બોક્સ ઓફિસ પર કરી તગડી કમાણી

સંજય લીલા ભણસાલી પોતાની ક્લાસિક ફિલ્મો માટે જાણીતા છે. ફેન્સને સંજય ભણસાલીની ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' પાસેથી હાઈ એક્સપેક્ટેશન હતી, જેને તેમને પૂરૂ કર્યુ. ફેન્સ થિયેટર્સમાંથી આ ફિલ્મને જોયા બાદ ખુશ થઈ બહાર નીકળી રહ્યા છે.

Gangubai Kathiawadi Box Office Collection Day 1: આલિયા ભટ્ટની ફિલ્મે ઓપનિંગ ડે પર મચાવી ધમાલ, બોક્સ ઓફિસ પર કરી તગડી કમાણી
Alia Bhatt (PC- Instagram)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 1:13 PM
Share

આલિયા ભટ્ટ (Alia Bhatt)ની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi in Cinemas)સિનેમાઘરોમાં રિલિઝ થઈ ચૂકી છે. દર્શકો આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. રિલિઝ બાદ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ બંનેનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આલિયા ફેન્સ તો ઘણા લાંબા સમયથી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ થિયેટર્સમાં આવ્યા બાદ તમામ લોકોની નજર બોક્સ ઓફિસ (Gangubai Kathiawadi Box Office Collection) પર હતી કે પ્રથમ દિવસે ફિલ્મ શું કમાલ કરશે.

ગંગૂબાઈએ બોક્સ ઓફિસ પર કરી તગડી કમાણી

જણાવી દઈ એ કે શુક્રવારે બોક્સ ઓફિસ પર રિલિઝ થયેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીએ શાનદાર ઓપનિંગ કરી છે. ફિલ્મે પ્રથમ દિવસે તાબડતોડ કમાણીની સાથે બિઝનેસ શરૂ કર્યો છે. ગંગુબાઈ કાઠિયાવાડીએ ઓપનિંગ ડે પર લગભગ 10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હાલમાં કમાણીનો આંકડો માત્ર ઈન્ડિયન બોક્સ ઓફિસનો જ સામે આવ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના ટ્વીટ મુજબ આલિયા ભટ્ટની ફિલ્મ પેન્ડેમિક ટાઈમમાં ત્રીજી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. પ્રથમ નંબર પર રોહિત શેટ્ટીની અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ સૂર્યવંશી 26.29 કરોડ રૂપિયાની કમાણી સાથે પ્રથમ ક્રમે છે. બીજા નંબર પર રણવીર સિંહની ફિલ્મ ’83’એ 12.64 કરોડ રૂપિયાની કમાણી સાથે કબ્જો કર્યો હતો. ત્યારે હવે ત્રીજા નંબર પર ગંગૂબાઈ કાઠિયાવાડી 10.50 કરોડ રૂપિયાની કમાણી સાથે ઉભી છે.

સંજય લીલા ભણસાલી તેમની ક્લાસિક ફિલ્મો માટે જાણીતા છે

જણાવી દઈએ કે સંજય લીલા ભણસાલી પોતાની ક્લાસિક ફિલ્મો માટે જાણીતા છે. ફેન્સને સંજય ભણસાલીની ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ પાસેથી હાઈ એક્સપેક્ટેશન હતી, જેને તેમને પૂરૂ કર્યુ. ફેન્સ થિયેટર્સમાંથી આ ફિલ્મને જોયા બાદ ખુશ થઈ બહાર નીકળી રહ્યા છે. જોકે ગંગુબાઈની વાર્તા દર્શકોની આંખો ભીની કરી રહી છે. આ સાથે જ આલિયા ભટ્ટે દર્શકોના દિલમાં સીધું ઘર કરી લીધું છે. આલિયાના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ફિલ્મ સમીક્ષકોએ પણ કહ્યું છે કે આલિયાની એક્ટિંગ પણ સમયની સાથે પરિપક્વ થઈ રહી છે.

અગાઉ સંજય લીલા ભણસાલીએ ઐશ્વર્યા રાય-માધુરી દીક્ષિતથી માંડીને રાની મુખર્જી અને દીપિકા પાદુકોણ સુધીની અભિનેત્રીઓ સાથે અદ્ભુત ફિલ્મો બનાવી છે. ઐશ્વર્યા રાય, માધુરી દીક્ષિત અને શાહરૂખ ખાન અભિનીત દેવદાસને ચાહકો આજ સુધી ભૂલી શક્યા નથી, સંજય લીલા ભણસાલી દ્વારા નિર્મિત આ ફિલ્મ બોલિવૂડની આઈકોનિક ફિલ્મ માનવામાં આવે છે. આ પછી સંજય લીલા ભણસાલીએ પણ રામ-લીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત જેવી ફિલ્મો બનાવી જે દર્શકોના મનમાં વસી ગઈ.

આ પણ વાંચો: પ્રથમ વખત સ્ક્રીન પર સાથે નજર આવવા માટે તૈયાર દિપિકા પાદુકોણ અને હૃતિક રોશન, ઝડપી જ શરૂ થશે ફિલ્મ ‘Fighter’નું શુટિંગ

આ પણ વાંચો: Top 5 News: સોનુ સૂદે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસને કરી વિનંતી, અરશદ વારસી રશિયા-યુક્રેન કટોકટીની પોસ્ટ પર થયા ટ્રોલ

Follow Us
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
g clip-path="url(#clip0_868_265)">