BIGGEST CLASH: આ બે મોટી ફિલ્મોની ટક્કર સની દેઓલની ‘ગદર 2’ સાથે થશે
સની દેઓલ (Sunny Deol) તેની સુપરહિટ ફિલ્મ ગદર 2 (Gadar 2) રીલિઝ થવા માટે તૈયાર છે. આવી પરિસ્થિતિમાં ફિલ્મની ટક્કર બે મોટી ફિલ્મો સાથે પણ જોવા મળશે. તેમાં સની દેઓલની 'ગદર 2' વિરુદ્ધ રણબીર કપૂરની 'એનિમલ' છે. આલિયા ભટ્ટની હોલિવૂડ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન' પણ તે જ દિવસે રિલીઝ થઈ રહી છે.
બોલિવૂડમાં બોક્સ ઓફિસ પર ઘણી મોટી ક્લેશ જોવા મળી છે અને આ વખતે પણ ઈતિહાસનું પુનરાવર્તન થતું જોવા મળી રહ્યું છે. 2001માં ‘ગદર’ વિરુદ્ધ ‘લગાન’નું ક્લેશ થયું હતું. હવે ‘ગદર 2’ના મેકર્સે ગુરુવારે તેમની ફિલ્મની ઓફિશિયલ રિલીઝ તારીખ જાહેર કરી હોવાથી એવું લાગે છે કે ઈતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે જ્યાં સની દેઓલની ‘ગદર 2’નું ક્લેશ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે થશે.
‘ગદર 2’ 11મી ઓગસ્ટ 2023ના રોજ થિયેટરોમાં રીલિઝ થવાની છે અને રસપ્રદ વાત એ છે કે રણબીરની અપકમિંગ એક્શન થ્રિલર ફિલ્મ ‘એનિમલ’ અને આલિયા ભટ્ટની હોલીવુડની ડેબ્યૂ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ પણ તે જ દિવસે રિલીઝ થશે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ગદર 2માં અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા લીડ રોલમાં જોવા મળશે.
ગદર 2 11મી ઓગસ્ટ 2023ના રોજ થશે રીલિઝ
સનીએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શેયર કર્યું, જેમાં તેણે કેપ્શન લખ્યું “હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ… ઝિંદાબાદ થા.. ઔર ઝિંદાબાદ રહેગા! આ સ્વતંત્રતા દિવસે, અમે તમારી માટે બે દાયકા પછી ભારતીય સિનેમાની સૌથી મોટી સિક્વલ લઈને આવ્યા છીએ.” ” #ગદર2 11મી ઓગસ્ટ 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.”
View this post on Instagram
એનિમલ ફિલ્મમાં રણબીરનો જોરદાર લુક
બીજી તરફ ‘એનિમલ’ સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત છે અને તેમાં રણબીર કપૂર, અનિલ કપૂર, બોબી દેઓલ અને રશ્મિકા મંદાના લીડ રોલમાં છે. હાલમાં મેકર્સે ફિલ્મ એક્ટરના ફર્સ્ટ લૂક પોસ્ટરનું શેયર કર્યું છે. આ પોસ્ટરમાં રણબીર કપૂરનો લુક જોરદાર લાગી રહ્યો છે.
View this post on Instagram
આ પણ વાંચો : Pathaan Box Office Collection: પઠાણે રચ્યો ઈતિહાસ, આ ફિલ્મોને પાછળ છોડીને કરી આટલા કરોડની કમાણી
HEART OF STONE, August 11,2023♥♥♥ Only on Netflix https://t.co/jP1rFMF1ZN
— Alia Bhatt (@aliaa08) January 18, 2023
આલિયાએ તાજેતરમાં જ તેની અપકમિંગ હોલીવુડ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ની ઓફિશિયલ રિલીઝ ડેટ જાહેર કરી હતી, જેમાં તે ગેલ ગેડોટની સામે જોવા મળશે. ‘હાર્ટ ઓફ સ્ટોન’ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.