Gadar 2 Song : ‘ગદર 2’નું નવું ગીત ‘ખૈરિયત’ તમારા દિલને સ્પર્શી જશે, આંસુ વહાવતો જોવા મળ્યો સની દેઓલ

Gadar 2 New Song Release : સની દેઓલની ફિલ્મ 'ગદર 2'નું નવું ગીત 'ઉસ ખૈરિયત સે રખના' રિલીઝ થઈ ગયું છે. ગીત સાંભળીને તમે સની દેઓલના ઈમોશન સમજી શકશો. ગીતમાં સની દેઓલ પોતાના પુત્રની સુરક્ષા માટે પ્રાર્થના કરતો જોવા મળે છે.

Gadar 2 Song : 'ગદર 2'નું નવું ગીત 'ખૈરિયત' તમારા દિલને સ્પર્શી જશે, આંસુ વહાવતો જોવા મળ્યો સની દેઓલ
Gadar 2 New Song Release
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 3:09 PM

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2‘નું ગીત ખૈરિયત’ આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં સની દેઓલ પોતાના પુત્રના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે. આ ગીત ખૂબ જ ઈમોશનલ છે, જેને સાંભળીને તમારી આંખો આંસુથી ભરાઈ જશે. ગીતમાં સની દેઓલ ટ્રક પર બેસીને ક્યાંક જઈ રહ્યો છે અને પોતાના પુત્રની યાદોમાં ખોવાઈને તેના પુત્રની સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યો છે. તે જ સમયે અમીષા પટેલ પણ પુત્ર માટે સતત પ્રાર્થના કરતી જોવા મળે છે.

આ પણ વાંચો : Gadar 2 : સની દેઓલની ગદરની વિરૂદ્ધ કેમ હતું બોલિવૂડ ? કપિલ શર્માના શોમાં સામે આવ્યું સત્ય

પુત્રની યાદમા ખોવાયો સની દેઓલ

ગદર 2નું નવું ગીત ખૈરિયત તમારા દિલને સ્પર્શી જશે. આ ગીતમાં માતા-પિતાની લાગણીને ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી છે. આ એક સ્લો સોન્ગ છે, જે લાગણીઓથી ભરેલું છે. આ ગીત સાંભળીને તમારી આંખો આંસુઓથી ભરાઈ જશે. ગીતમાં સની દેઓલને ટ્રક પર બેસીને પાકિસ્તાન જતો બતાવવામાં આવ્યો છે. તે તેના પુત્રના ફોટાને ગળે લગાવીને તેના પુત્રની સલામતી માટે પ્રાર્થના કરતો જાય છે. પોતાના પુત્રની યાદમાં સની દેઓલની આંખોમાંથી આંસુ અટકવાનું નામ નથી લેતા.

Monsoon Health Tips : ચોમાસામાં આ શાકભાજી ન ખાવા જોઈએ
Hair care in Monsoon : વરસાદની ઋતુમાં આ રીતે રાખો વાળની ​​સંભાળ
આજનું રાશિફળ તારીખ : 26-06-2024
કરોડોનો માલિક છે ખેલાડી, ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો લાગ્યો આરોપ
હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?
જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત

સની દેઓલ પોતાના પુત્રની સુરક્ષા માટે આંસુ વહાવતો જોવા મળ્યો હતો

ગીતમાં તારા સિંહનો પુત્ર જીત પાકિસ્તાનમાં ક્યાંક ફસાયેલો છે. આ વખતે સની દેઓલ પોતાના પુત્રને બચાવવા પાકિસ્તાન જાય છે. તે જ સમયે સકિના પણ તેના પુત્ર માટે આંસુ વહાવતી જોવા મળે છે. જીત જે હવે મોટો થઈ ગયો છે, તે ક્યાંક ફસાઈ ગયો છે અને તેના પિતાને યાદ કરે છે અને તેની તસવીર તરફ જુએ છે. ગીતના અંતમાં સની દેઓલ કબર પર આંસુ વહાવી રહ્યો છે.

તારા સિંહનો જીવ પાકિસ્તાનમાં અટવાયો

ગદર 2 ના આ ગીતને સિંગર અરિજીત સિંહે પોતાનો અવાજ આપ્યો છે. ગીતની વચ્ચે ઘણી વખત તારા સિંહ અને સકીના તેમના પુત્ર સાથે વિતાવેલી યાદોમાં ખોવાઈ જાય છે. હવે જીત પાકિસ્તાનમાં કેવી રીતે અને શા માટે ફસાયો છે અને તારા સિંહ તેના પુત્રને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢી શકશે કે, કેમ તે તો 11 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા ગદર 2નું સુંદર ગીત ‘ઉડ જા કાલે કાવા’ રિલીઝ થઈ ચૂક્યું છે. આ ગીતે ફરી એકવાર ‘ગદર’ની વાર્તાની યાદ અપાવી. ઉડ જા કાલે કાવામાં અમીષા પટેલ અને સની દેઓલની લવ સ્ટોરી જોવા મળે છે. આ ગીતની રીમેકને ચાહકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">