AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gadar 2 : પંજાબના ગુરદાસપુરમાં સની દેઓલની ગદર 2 ના પોસ્ટર સળગાવ્યા, બહિષ્કારની માગ, કેમ લોકો ગુસ્સે છે

અભિનેતા અને સાંસદ સની દેઓલનો તેમના લોકસભા ક્ષેત્ર ગુરદાસપુરમાં વિરોધ થઈ રહ્યો છે. ગુસ્સે થયેલા લોકોએ સની દેઓલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને ગદર 2નો બહિષ્કાર કરવાની અપીલ કરી. લોકોએ શહેરમાં ઘણી જગ્યાએ ગદર 2 બોયકોટના પોસ્ટર પણ લગાવ્યા છે.

Gadar 2 : પંજાબના ગુરદાસપુરમાં સની દેઓલની ગદર 2 ના પોસ્ટર સળગાવ્યા, બહિષ્કારની માગ, કેમ લોકો ગુસ્સે છે
Gadar 2 boycott
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 11:17 AM
Share

અભિનેતા અને પંજાબના ગુરદાસપુરના સાંસદ સની દેઓલ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ગદર 2ના (Gadar 2) પ્રમોશનમાં વ્યસ્ત છે. થોડા દિવસો પહેલા સની દેઓલ અમૃતસરમાં શ્રી દરબાર સાહિબ ગયા હતા. આ સિવાય તે અટારી બોર્ડર પર પોતાની ફિલ્મનું પ્રમોશન કરતો પણ જોવા મળ્યો હતો. જો કે, ગુરદાસપુરની આટલી નજીક આવ્યા પછી પણ તે ત્યાં ન ગયા, જેના કારણે ગુરદાસપુરના લોકો તેમના સાંસદથી નારાજ થયા.

આ પણ વાંચો : Gadar 2 : હેન્ડપંપ ઈઝ બેક…!!! ટ્રેલરમાં હેન્ડપંપ જોઈને ફેન્સ થયા ખુશ, બની રહ્યા છે જોરદાર મીમ્સ

મંગળવારે ગુરદાસપુરમાં સની દેઓલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેટલાક લોકોએ સની દેઓલની ફિલ્મ ગદર 2ના પોસ્ટરો સળગાવી દીધા હતા અને લોકોને ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. સની દેઓલનો વિરોધ કરી રહેલા અમરજોત સિંહ અને અમૃતપાલે કહ્યું કે, સાંસદ સની દેઓલ માટે રાજકારણ એક એવું પ્લેટફોર્મ બની શકે છે જેના દ્વારા તે પોતાને સાચા હીરો સાબિત કરી શકે.

લોકો સની દેઓલ પર ભડક્યા

અમરજોત સિંહે કહ્યું કે, આ સની દેઓલની નિષ્ફળતા છે. તેણે કહ્યું કે લોકો સની દેઓલ પર વિશ્વાસ કરે છે અને તેણે લોકોને છેતરીને રાખ્યા હતા અને ગુરદાસપુર આવ્યા નથી. અમરજોતે કહ્યું કે, થોડા સમય પહેલા તેણે સની દેઓલના ગુમ થવાના પોસ્ટર લગાવ્યા હતા, જેથી અભિનેતા લોકોના વધતા ગુસ્સાને અનુભવી શકે. તેણે કહ્યું કે, તેનાથી સની દેઓલને કોઈ ફરક પડ્યો નથી.

લોકોએ કરી કેન્દ્ર પાસે આવી માગ

અમરજીત સહિત ઘણા યુવાનોએ સની દેઓલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને શહેરમાં ગદર 2 ના બહિષ્કારની હાકલ કરતા પોસ્ટરો લગાવ્યા હતા. વિરોધ કરી રહેલા લોકોએ કેન્દ્ર પાસે માંગ કરી છે કે તેઓ એવો કાયદો ઘડે કે જો કોઈ સેલિબ્રિટી રાજકારણમાં પ્રવેશ કરે અને પોતાના ક્ષેત્રમાં સમય વિતાવી ન શકે તો તેનું સભ્યપદ રદ કરવામાં આવે.

ગદર 2 ક્યારે થશે રિલીઝ

તમને જણાવી દઈએ કે સની દેઓલની ફિલ્મ ગદર 2 આ અઠવાડિયે 11 ઓગસ્ટના રોજ મોટા પડદા પર રીલિઝ થવા જઈ રહી છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અમિષા પટેલ અને ઉત્કર્ષ શર્મા પણ જોવા મળશે. સની દેઓલના લોકસભા મતવિસ્તારમાં વિરોધ થઈ શકે છે, પરંતુ દેશના અન્ય ભાગોમાં આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા છે. તેની સાક્ષી એડવાન્સ બુકિંગના આંકડા આપે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">