AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિતાભ-રશ્મિકાની ‘ગુડ બાય’નો ફર્સ્ટ લૂક આઉટ, જાણો શું કહે છે સ્ટોરી?

અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) તેમના ઈન્સ્ટાગ્રામ પર તેની અપકમિંગ ફિલ્મ ગુડ બાયનું પહેલું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના જોવા મળી રહી છે.

અમિતાભ-રશ્મિકાની 'ગુડ બાય'નો ફર્સ્ટ લૂક આઉટ, જાણો શું કહે છે સ્ટોરી?
Good Bye Poster
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2022 | 4:16 PM
Share

હાલમાં ટીવીના પોપ્યુલર શો કૌન બનેગા કરોડપતિથી ચર્ચામાં રહેલા બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન વધુ એક ધમાકો કરવા જઈ રહ્યા છે. એક પછી એક ફિલ્મો લાવીને અમિતાભ (Amitabh Bachchan) એ વાતની સાબિતી આપી રહ્યા છે કે તેમનો યુગ હજુ પૂરો થયો નથી. હાલમાં જ તેમની અપકમિંગ ફિલ્મ ગુડ બાયનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. આ પોસ્ટરમાં એક્ટર સાથે સાઉથની જાણીતી એક્ટ્રેસ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) પણ જોવા મળી રહી છે. અમિતાભ બચ્ચને પોતે આ પોસ્ટ શેર કરી છે, જેનું કેપ્શન કહી રહ્યું છે કે આ ફિલ્મની સ્ટોરીનો આધાર શું છે? સાથે જ તેમને ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.

અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અપકમિંગ ફિલ્મ ગુડબાયનું પહેલું પોસ્ટર શેર કર્યું છે. જેના કેપ્શનમાં તેમને લખ્યું છે કે, “પરિવારનો સાથ છે સૌથી ખાસ, જ્યારે કોઈ નજીક ન હોય ત્યારે પણ રહે છે તેનો એહસાસ”. આ સાથે તેમને રેડ હાર્ટ ઈમોજી મુક્યું છે. એક્ટરે ફિલ્મની રિલીઝ ડેટનો ખુલાસો કરતી વખતે કહ્યું છે કે રશ્મિકા મંદાના સાથેની તેમની ફિલ્મ આવતા મહિને 7 ઓક્ટોબરે રિલીઝ થશે.

અહીં જુઓ ફિલ્મનો ફર્સ્ટ લુક

શું છે સ્ટોરીનો આધાર?

હવે તમે વિચારતા જ હશો કે ફિલ્મની સ્ટોરીનો આધાર શું છે? તો આ વાતનો અંદાજ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનના કેપ્શન પરથી લગાવી શકાય છે. તેમના કેપ્શનમાં લખેલી લાઈનો આ વાતનો સંકેત આપી રહી છે કે તે એક પારિવારિક ફિલ્મ હશે. જેમાં કદાચ રશ્મિકા તેની પુત્રીનો રોલ કરી રહી છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે પિતા અને પુત્રી વચ્ચેના પ્રેમ અને બોન્ડને આ તસવીર ખૂબ જ સુંદર રીતે વર્ણવે છે.

ખાસ હોય છે પરિવારનો સાથ?

કેપ્શન જણાવે છે કે આ પણ પરિવારનું મહત્વ જણાવશે. ફિલ્મ ગુડબાયની સ્ટોરીનો આધાર એ હશે કે પરિવાર સિવાય આ દુનિયામાં કોઈ સાથ આપતું નથી. પરિવાર સૌથી ખાસ હોય છે. આ એહેસાસ ત્યારે થાય છે જ્યારે તમારી આજુબાજુ કોઈ ન હોય તો પણ પારિવારિક સંબંધો અને લોકો તમારો સાથ છોડતા નથી. સામે આવેલી તસવીરમાં જ્યાં અમિતાભ પતંગ ઉડાવતા જોવા મળે છે, ત્યાં રશ્મિકા પાછળથી પતંગનો માંજો પકડીને ઊભી છે.

g clip-path="url(#clip0_868_265)">