AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Filmfare Awards 2023 : આલિયાથી લઈને જ્હાનવી કપૂર સુધી, બોલિવૂડની સુંદરીઓ ચાલી રેડ કાર્પેટ પર, મહેફિલની માણી મજા

Filmfare Awards 2023 : બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો ફિલ્મફેર એવોર્ડ્સમાં સામેલ થયો હતો, જ્યાં અભિનેત્રીઓએ રેડ કાર્પેટ પર તેમના બોલ્ડ દેખાવથી દરેકનું દિલ જીતી લીધું હતું. આલિયાથી લઈને જ્હાન્વી કપૂર સુધી આ બોલિવૂડ ડીવાઓ લાઈમલાઈટમાં આવી હતી.

Filmfare Awards 2023 : આલિયાથી લઈને જ્હાનવી કપૂર સુધી, બોલિવૂડની સુંદરીઓ ચાલી રેડ કાર્પેટ પર, મહેફિલની માણી મજા
Actress Look On Film fare Red Carpet
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 9:40 AM
Share

Actress Look On Filmfare Red Carpet : 68માં ફિલ્મફેરમાં ફિલ્મ સ્ટાર્સનો મેળો યોજાયો હતો. જેમાં બોલિવૂડની સુંદરીઓએ રેડ કાર્પેટ પર પોતાની સુંદરતા બતાવી હતી. બોલિવૂડ ડિવા આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર, રકુલપ્રીત, કાજોલ, હિના ખાન, સ્વરા ભાસ્કર સહિતની લગભગ અભિનેત્રીઓ ફિલ્મફેરમાં ભાગ લેવા આવી હતી. આ વખતે અભિનેત્રીઓના એકથી વધુ બોલ્ડ લુકએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આ પણ વાંચો : Vivek Agnihotriએ ફિલ્મફેર એવોર્ડમાં જવાની ના પાડી, કહ્યું- હંગામો મચાવવાનો મારો કોઈ હેતુ નથી

ફિલ્મફેરમાં આલિયા ભટ્ટ બ્લેક ડ્રેસમાં પહોંચી હતી. આલિયાએ તેના વાળ નીટ લુકમાં બાંધ્યા હતા. આલિયા ભટ્ટે લોંગ ઓફ શોલ્ડર ગાઉનમાં રેડ કાર્પેટ પર બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

જ્યારે જ્હાન્વી કપૂર પર્પલ ગાઉનમાં રેડ કાર્પેટ પર આવી હતી. અભિનેત્રીએ ગળામાં ચોકર અને લાંબા ફ્રિલી ગાઉનમાં પોઝ આપ્યો હતો. આ ડ્રેસમાં જાહવી ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ વખતે ફિલ્મફેરમાં અભિનેત્રીઓના બોલ્ડ લુકની જોરદાર ચર્ચા થઈ રહી છે. અભિનેત્રી રકુલપ્રીતે થાઈ સ્લિટ બ્લુ ગાઉનમાં તેના ગ્લેમરસ લુક સાથે શોમાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રીએ આ ડ્રેસને લાંબા નેકપીસ સાથે કમ્પલિટ કર્યો હતો.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

લેડી સિંઘમ એટલે કે કાજોલ બ્લેક સૂટમાં ફિલ્મફેરમાં પ્રવેશી હતી. કાજોલે બ્લેક અને સિલ્વર ફોર્મલ સૂટ પહેર્યો હતો. અભિનેત્રીએ તેના લહેરાતા વાળથી ઘણી લાઇમલાઇટ મેળવી હતી.

View this post on Instagram

A post shared by Kajol Devgan (@kajol)

અભિનેત્રી એશા ગુપ્તાએ ફ્લોરલ ગાઉનમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી. ઑફ શોલ્ડર ગાઉનમાં અભિનેત્રી અદ્ભુત દેખાતી હતી. એશા ગુપ્તાએ સ્ટડેડ ઈયરિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

View this post on Instagram

A post shared by Esha Gupta (@egupta)

ટેલિવિઝનની વહુ હિના ખાને લાંબા પીળા અને ગોલ્ડન ગાઉનમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મફેરમાં હિના ખાનના લુકએ બધાને આકર્ષ્યા હતા. હિના ખાને ડીપ નેક લુકમાં જોરદાર આકર્ષક પોઝ આપ્યા હતા.

View this post on Instagram

A post shared by Hina Khan (@realhinakhan)

બીજી તરફ ઉર્વશી રૌતેલાએ ગોલ્ડન લહેંગામાં બધાને ફેલ કર્યા હતા. આ ડ્રેસમાં ઉર્વશી કોઈ અપ્સરાથી ઓછી નથી લાગી રહી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">