Archies Release Date : સુહાના ખાન અને ખુશી કપૂરની આર્ચિસની રિલીઝ ડેટ જાહેર થઈ
ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત ફિલ્મ આર્ચીઝ (Archies )ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ આ વર્ષે 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર આવશે. આ ફિલ્મથી ઘણા મોટા સ્ટાર્સના બાળકો સિનેમાની દુનિયામાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.

ઝોયા અખ્તરની ફિલ્મ આર્ચીઝ ઘણા સમયથી ચર્ચામાં છે. નેટફ્લિક્સની આ ઓરિજિનલ ફિલ્મથી શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન, અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા, શ્રીદેવીની દીકરી ખુશી કપૂર સહિત અનેક નવા કલાકારો ફિલ્મોની દુનિયામાં પગ મૂકવા જઈ રહ્યા છે. આ મ્યુઝિકલ ફિલ્મના ઘણા પોસ્ટર અને ટીઝર સામે આવી ચૂક્યા છે. હવે મેકર્સે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે.
આ પણ વાંચો : Nagarjun Family Tree : આજે છે સાઉથના મલ્ટીટેલેન્ટેડ અભિનેતા નાગાર્જુનનો જન્મદિવસ, પુત્રો પણ છે સુપર સ્ટાર
સુહાના ખાને પોતે એક વીડિયો શેર કર્યો છે, જેમાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ જોવા મળી રહી છે. ફિલ્મની રિલીઝના 100 દિવસ પહેલા તેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 7 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. સુહાનાએ રિલીઝ ડેટની જાહેરાત કરતા શેર કરેલા વીડિયોમાં દરેક વ્યક્તિ મુંબઈની ગલીઓમાં ફરતા અને ફિલ્મના પોસ્ટર જોતા જોવા મળે છે.
View this post on Instagram
પોસ્ટરની સાથે, ત્યાં કાઉન્ટડાઉન પણ ચાલી રહ્યું છે, જે દર્શાવે છે કે ફિલ્મની રિલીઝમાં કેટલા દિવસો બાકી છે. વીડિયોમાં ફિલ્મની સ્ટારકાસ્ટ રિલીઝ ડેટની જાહેરાતને કારણે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. બધા કલાકારો ત્યાં રંગબેરંગી છત્રીઓ લઈને જોવા મળે છે.
ફિલ્મમાં ઘણા નવા કલાકારો છે
આ ફિલ્મમાં સુહાના, અગસ્ત્ય અને ખુશી કપૂર સિવાય મિહિર આહુજા, વેદાંગ રૈના, અદિતિ ડોટ અને યુવરાજ મેંડા જેવા કલાકારો પણ જોવા મળશે. આ તમામ કલાકારોનો લૂક પણ ફિલ્મમાં ઘણો જ અલગ દેખાઈ રહ્યો છે. આ ફિલ્મમાં 1960ના દાયકાનો સમય બતાવવામાં આવશે. મેકર્સ અનુસાર, ફિલ્મમાં મિત્રતા, સ્વતંત્રતા, પ્રેમ, સંઘર્ષ, હાર્ટબ્રેક જેવી વસ્તુઓ જોવા મળશે.
ડાયરેક્શનની સાથે ઝોયા અખ્તરે રીમા કાગતી અને આયેશા દેવીત્રે સાથે આ ફિલ્મના લેખન પર પણ કામ કર્યું છે. આર્ચીઝ નેટફ્લિક્સ ઈન્ડિયા, ઝોયા અખ્તર, રીમા કાગતીની ટાઈગર બેબી, આર્ચીઝ કોમિક્સ અને ગ્રાફિક ઈન્ડિયા દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરવામાં આવી છે.