‘હમારા કુછ લેના-દેના નહીં’… રેમો ડિસોઝાએ 11.96 કરોડની છેતરપિંડીનો આરોપ ગણાવ્યો ખોટો

|

Oct 22, 2024 | 8:58 AM

Famous choreographer and director : 11.96 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ રેમો ડિસોઝા સહિત 7 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આવી રહેલા સમાચારો વચ્ચે રેમોએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લોકોને ખોટી માહિતી ન ફેલાવવાની અપીલ કરી હતી. પરંતુ હવે રેમો અને તેની પત્નીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

હમારા કુછ લેના-દેના નહીં... રેમો ડિસોઝાએ 11.96 કરોડની છેતરપિંડીનો આરોપ ગણાવ્યો ખોટો
Famous choreographer and director

Follow us on

ફેમસ કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડિસોઝા અને તેની પત્ની લિઝેલ ડિસોઝા હાલમાં જ મોટી મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. પતિ-પત્ની સહિત 6 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે, જેમાં તેમના પર 11.96 કરોડ રૂપિયાના ડાન્સ ગ્રુપની છેતરપિંડી કરવાનો આરોપ છે. જો કે રેમો અને તેની પત્નીએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે કોઈ પણ આધાર વગર તેમના નામને વિવાદમાં ઘસડી રહ્યા છે.

છેતરપિંડી સાથે મારે કે લિઝલને કોઈ લેવાદેવા નથી : રેમો

21 ઓક્ટોબરના રોજ રેમો અને લીઝલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં રેમોએ પોતાની નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે આવી કોઈ બાબતમાં સામેલ નથી. તેણે કહ્યું, “હું આ મામલાને લઈને ખૂબ જ દુઃખી છું, કારણ કે 11.96 કરોડ રૂપિયાની છેતરપિંડી સાથે મારે કે લિઝલને કોઈ લેવાદેવા નથી. રેમો ડિસોઝા એન્ટરટેઈનમેન્ટ પણ આમાં કોઈ રીતે સામેલ નથી. કોઈપણ તથ્યોની જાણ કર્યા વિના આ છેતરપિંડી સાથે અમારું નામ જોડવામાં આવી રહ્યું છે.”

આજનું રાશિફળ તારીખ : 22-10-2024
સારા તેંડુલકરનો બિકીની લુક સામે આવ્યો, સખીઓ સંગ મસ્તી કરતી દેખાઈ
પૃથ્વી પર આ જીવ છે અમર, મળ્યા છે કુદરતના આશીર્વાદ
અદાર પૂનાવાલાની પત્નીનો સ્ટાઈલિશ લુક ચર્ચામાં રહે છે, જુઓ ફોટો
રોજ સરસવના તેલથી પગના તળિયામાં માલિશ કરવાથી જાણો શું થાય છે?
Blood Pressure : હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ દવા ક્યારે લેવી જોઈએ?

રેમોએ વાતની જણાવી સત્યતા

આ છેતરપિંડીના કેસ વિશે વિગતવાર વાત કરતા રેમોએ કહ્યું કે, વાસ્તવમાં આ કેસ પ્રખ્યાત ડાન્સ ગ્રુપ ‘વી અનબીટેબલ’થી શરૂ થયો હતો. રેમોના શો ‘ડાન્સ પ્લસ’ની ચોથી સીઝનમાં જોડાયા બાદ આ ગ્રુપે ‘અમેરિકાઝ ગોટ ટેલેન્ટ’માં ભાગ લીધો હતો. રેમોના જણાવ્યા મુજબ ગ્રુપમાં થોડો વિવાદ શરૂ થયો હતો, જે પછી તે બે ભાગમાં વહેંચાઈ ગયો હતો અને તે પછી બંનેએ એકબીજા પર આરોપ લગાવવાનું શરૂ કર્યું હતું.

ડાન્સ ગ્રુપ પર ફિલ્મ બનાવવા જઈ રહી હતી

રેમોએ કહ્યું કે આ આખો મામલો આ ગ્રુપના વિવાદો સાથે જોડાયેલો છે. જેમાં અમે કોઈપણ રીતે સામેલ નથી. મારું નામ સામે આવી રહ્યું છે. કારણ કે હું તેને ડાન્સ શોના કારણે ઓળખું છું. રેમોએ એ પણ ખુલાસો કર્યો હતો કે તે આ ગ્રુપ વિશે એક ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યો હતો. ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે રેમોએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી અને લોકોને આ મામલે ખોટી માહિતી ન ફેલાવવાની અપીલ કરી.

Next Article