Sushant Singh Rajputનાં નામે પોતાનો ચહેરો ચમકાવનારા પર ભડકી મોટી બહેન મિતૂ સિંહ, કહ્યું પરિવાર સહન નહીં કરે

ગયા વર્ષે 14 જૂને સુશાંતની ડેડબોડી તેમના બાંદ્રા નિવાસસ્થાને મળી હતી. સુશાંતના મોતથી ન ખાલી તેમના પરિવાર અને ઉદ્યોગને, પરંતુ ચાહકોને પણ ખુબજ આંચકો લાગ્યો હતો.

Sushant Singh Rajputનાં નામે પોતાનો ચહેરો ચમકાવનારા પર ભડકી મોટી બહેન મિતૂ સિંહ, કહ્યું પરિવાર સહન નહીં કરે
Mitu Singh, Sushant Singh Rajput
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 04, 2021 | 4:42 PM

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) નાં નિધનને 14 જૂને એક વર્ષ પૂર્ણ થશે. અભિનેતાના મૃત્યુની પહેલી પુણ્યતિથિ પૂર્વે, પરિવારે તેમના નામે ધંધો કરનારાઓને કડક ચેતવણી આપી છે. સુશાંતની મોટી બહેન મિતૂ સિંહે સ્પષ્ટ કહ્યું કે સુશાંતના નામે કોઈ ફિલ્મ, બુક અથવા કોઈપણ પ્રકારની વ્યવસાયિક પ્રવૃત્તિની મંજૂરી પરિવારે આપી નથી. આવા લોકોને સહન કરવામાં આવશે નહીં.

આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે 14 જૂને સુશાંતની ડેડબોડી તેમના બાંદ્રા નિવાસસ્થાને મળી હતી. સુશાંતના મોતથી ન ખાલી તેમના પરિવાર અને ઉદ્યોગને, પરંતુ ચાહકોને પણ ખુબજ આંચકો લાગ્યો હતો. તમામ હસ્તીઓએ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને પરિવારને દિલાસો વ્યક્ત કર્યો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

તે જ સમયે, સોશિયલ મીડિયામાં સુશાંતના મોત પર ઘણા દિવસો સુધી હેશટેગ ચાલતા રહ્યા. બાદમાં દેશના જુદા જુદા ભાગોમાં ઘણી ફેન ક્લબ બનવાના અહેવાલો આવ્યા હતા.

એક તરફ, સુશાંતનો પરિવાર અને ચાહકો તેમના મૃત્યુથી તૂટી ગયા હતા અને તેમને ન્યાય અપાવવાનો પ્રયાસ છેલ્લા એક વર્ષથી કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો માટે સુશાંતનું મૃત્યુ એક સુવર્ણ તક તરીકે આવ્યું છે.

અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવાના નામે ઘણી યુટ્યુબ ચેનલો ખોલવામાં આવી હતી. આવા લોકો તેમના વિશે કમેન્ટ્સ કરવાનું શરૂ કર્યું, જેનો દૂર દૂર સુધી કોઈ મતલબ નથી. તેમના નામે ફંડ રેઇઝિંગ કરવામાં આવ્યું હતું. તે જ સમયે, એક ફિલ્મ નિર્માણના સમાચાર પણ આવ્યા. આ મામલો હાલ કોર્ટમાં છે.

સુશાંતની બહેન મીતુ સિંહે આ બધી બાબતોનું ધ્યાન રાખીને ટ્વીટ કરીને આ કરનારાઓને ચેતવણી આપી છે. તેમણે લખ્યું- દુર્ભાગ્યે, અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક લોકો પોતાના ફાયદા માટે પરિસ્થિતિનો ઉપયોગ કરી રહ્યા છે, જો કે અમાનવીય કૃત્ય છે. આવા બધા લોકોએ આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું.

અમે બધા લોકોને ધ્યાનમાં લેવા માંગીએ છીએ કે સુશાંતના નામે પૈસા ઉઘરાવવા અથવા દાન મેળવવા માટે પરિવારે કોઈને સત્તા આપી નથી અને કોઈને એસએસઆરના નામે ફિલ્મ બનાવવા, પુસ્તકો લખવા અથવા ધંધો કરવાની છૂટ નથી આપી. પરિવારને આ બિલકુલ ગમતું નથી કે એક આંચકાજનક દુર્ઘટનાને લાભ કમાવવાના સાધનમાં ફેરવો અને અમે કોઈને આવું કરવા નથી દેવાના.

તમને જણાવી દઈએ કે, સુશાંત મૃત્યુ કેસમાં તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી મુખ્ય આરોપી છે. ડેથ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. તે જ સમયે, પ્રવર્તન નિદેશાલય અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પણ સંબંધિત બાબતોની તપાસ કરી રહ્યા છે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">