AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: રણબીર કપૂરે ઉપાડવા પડ્યા આલિયાના ચપ્પલ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

Ranbir Kapoor Viral Video: રણબીર કપૂર અને આલિયા ભટ્ટની (Alia Bhatt) જોડી ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. હાલમાં રણબીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે આલિયા ભટ્ટના ચપ્પલ ઉપાડતો જોવા મળી રહ્યો છે.

Viral Video: રણબીર કપૂરે ઉપાડવા પડ્યા આલિયાના ચપ્પલ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
Ranbir Kapoor - Alia Bhatt
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 7:08 PM
Share

Ranbir Alia At Aditya Chopra House: રણબીર કપૂર અને આલિયા ભટ્ટને બોલિવુડનું બેસ્ટ કપલ કહેવામાં આવે છે. રણબીર ઘણી વખત આલિયા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચૂક્યો છે. રણબીર આલિયાને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ છે, જ્યારે આલિયા પણ રણબીરના વખાણ કરવાનો કોઈ મોકો છોડતી નથી. હાલમાં જ પામેલા ચોપરાના નિધન બાદ રણબીર અને આલિયા આદિત્ય ચોપરાને મળવા તેના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન રણબીર અને આલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ શુક્રવારે મોડી સાંજે આદિત્ય ચોપરાના ઘરે પહોંચ્યા હતા. બંને ખૂબ જ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા. આલિયાએ સફેદ લખનૌવી કુર્તો પહેર્યો હતો, તો રણબીર વ્હાઈટ ટી-શર્ટ અને બ્લૂ જીન્સમાં જોવા મળ્યો હતો. આલિયાએ ઘરમાં પ્રવેશતા પહેલા તેના ચપ્પલ દરવાજાના પગથિયાં પર ઉતાર્યા અને આગળ ચાલી ગઈ, પાછળથી આવી રહેલા રણબીરે આલિયાના ચપ્પલ ઉપાડીને અંદર એક બાજુ મૂકી દીધા. રણબીરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

કેટલાક યુઝર્સ રણબીરના આ જેસ્ચરના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર રણબીર-આલિયાને બેસ્ટ કપલ ગણાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ રણબીર પણ ટ્રોલ્સના નિશાના પર આવી ગયો છે. કેટલાક યૂઝર્સ રણબીરને ચપ્પલ લઈને અંદર જવા માટે ટ્રોલ કરી રહ્યા છે તો કેટલાક તેને ઓવર એક્ટિંગની દુકાન કહી રહ્યા છે.

કેટલાક યુઝર્સ રણબીર કપૂરને લઈને ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ‘ભાઈ, જો ચપ્પલ ચોરાઈ જાય તો માત્ર પતિને જ નુકસાન થશે, તે સ્માર્ટ છે’, એક યુઝરે લખ્યું છે- ‘ઓહ, ચપ્પલ ચોરાઈ ન જાય.’ રણબીરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Viral Video: ‘પપ્પા તમારા કરતા વધુ સારો ડાન્સ કરતા હતા, અનુપમ અંકલ, પણ…’ Satish Kaushikની પુત્રીનો ક્યૂટ વીડિયો વાયરલ

તમને જણાવી દઈએ કે રણબીર કપૂર અને આલિયાના લગ્નને 1 વર્ષ થઈ ગયું છે. બંને વચ્ચે પ્રેમની શરૂઆત ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગ દરમિયાન થઈ હતી. આ પછી બંનેએ 14 એપ્રિલ 2022 ના રોજ લગ્ન કર્યા. 6 નવેમ્બર 2022 ના રોજ આલિયા રણબીર એક પુત્રી રાહાના માતા-પિતા બન્યા. રણબીર આલિયાની વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં રણબીર ફિલ્મ એનિમલમાં જોવા મળશે. આલિયા આ દિવસોમાં કરણ જોહરની ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીમાં બિઝી છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
g clip-path="url(#clip0_868_265)">