‘કિંગ ઓફ કોઠા’નો ફર્સ્ટ લૂક રિલીઝ, દુલકર સલમાન રફ એન્ડ ટફ અંદાજમાં જોવા મળ્યો

|

Oct 02, 2022 | 1:39 PM

દુલકર સલમાને સોશિયલ મીડિયા પર તેની આગામી ફિલ્મ 'કિંગ ઓફ કોઠા'નું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં દુલકર ખૂબ જ આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યો છે.

કિંગ ઓફ કોઠાનો ફર્સ્ટ લૂક રિલીઝ, દુલકર સલમાન રફ એન્ડ ટફ અંદાજમાં જોવા મળ્યો
'કિંગ ઓફ કોઠા'નો ફર્સ્ટ લૂક રિલીઝ, દુલકર સલમાન રફ એન્ડ ટફ અંદાજમાં જોવા મળ્યો
Image Credit source: Instagram

Follow us on

Dulquer Salmaan : દુલકર સલમાન  (Dulquer Salmaan) તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મો ‘સીતા રામમ’ અને ‘ચુપઃ રિવેન્જ ઑફ ધ આર્ટિસ્ટ’ની સફળતાની ઉજવણી કરી રહ્યો છે. અભિનેતાએ પોતાની અદ્ભુત ફિલ્મ પસંદગીઓ અને કેટલાક અદભૂત અભિનય દ્વારા પોતાને ભારતીય ફિલ્મ ઉદ્યોગ (Indian film industry)માં સૌથી વધુ ઇચ્છિત પ્રતિભાઓમાંના એક તરીકે સ્થાપિત કર્યા છે. દુલકર સલમાન હવે મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં તેના બહુપ્રતિક્ષિત આગામી પ્રોજેક્ટ, ‘કિંગ ઓફ કોથા’ સાથે પાછો ફર્યો છે. અભિનેતાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શનિવાર, ઑક્ટોબર 1 ના રોજ અભિલાષ જોશી દ્વારા નિર્દેશિત ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર જાહેર કર્યું.

આક્રમક અંદાજમાં જોવા મળ્યો સલમાન

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

 

 

કિંગ ઓફ કોઠાનો ફર્સ્ટ લુક પોસ્ટરમાં દુલકર સલમાન આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યો છે. અભિનેતા પોસ્ટર પર અલગ જ રુપમાં જોવા મળી રહ્યા છે. દુલકર સલમાન ખાનના પોસ્ટરની સાથે કેપ્શનમાં લખ્યું તમને કિંગ ઓફ કોઠાનો ફર્સ્ટ લુક પોસ્ટર શેર કરી રહ્યો છું, હું લાબા સમય બાદ મલયાલમ સિનેમામાં પરત ફરી રહ્યો છું

5 ભાષાઓમાં રિલીઝ થશે આ ફિલ્મ

અભિનેત્રી એશ્વર્યા લક્ષ્મી, જેમને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર કિંગ ઓફ કોઠાનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. તેમણે પુષ્ટિ કરી છે કે, તે અભિલાષા જોશીની ફિલ્મમાં મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. રિપોર્ટસ મુજબ દુલકર સલમાન સ્ટાર ફિલ્મમાં સ્ટારર ફિલ્મોમાં ગોકુલ સુરેશ અને નાયલા ઉષા સહાયક ભુમિકા નિભાવી રહ્યો છે. આ ફિલ્મોને રો-એક્શન થ્રિલરના રુપમાં માનવામાં આવી રહી છે. આ ફિલ્મ મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દી સહિત 5 ભાષાઓમાં પૈન ઈન્ડિયા રિલીઝ માટે બનાવવામાં આવી રહી છે.

Next Article