નાનપણથી જ સાંભળી છે ‘સરદાર ઉધમ’ની વાર્તા, વિક્કી કૌશલે કહ્યું – ટ્રેલર જોઈને ભરાઈ આવી હતી પિતાની આંખો
જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે આ હત્યાકાંડ માટે જવાબદાર લેફ્ટનન્ટ ગવર્નર જનરલ માઈકલ ઓડ્વાયરની 21 વર્ષ પછી સરદાર ઉધમ સિંહે (Sardar Udham Singh) ગોળી મારી હત્યા કરી દીધી હતી.
ભલે ઈતિહાસના પુસ્તકોમાં શહીદ સરદાર ઉધમ સિંહ (Sardar Udham Singh) વિશે વધારે માહિતી ન હોય, પરંતુ બોલીવુડના પ્રખ્યાત અભિનેતા વિક્કી કૌશલે (Vicky Kaushal) તેમના બાળપણમાં તેમના પરિવારના સભ્યો પાસેથી સરદાર ઉધમ સિંહની ઘણી વાર્તાઓ સાંભળી છે.
ટીવી 9 ભારતવર્ષ સાથેની વિશિષ્ટ વાતચીતમાં વિક્કી કૌશલે કહ્યું કે જે હીરોની વાર્તાઓ તે નાનપણથી જ તેમના પરિવાર પાસેથી સાંભળતા આવ્યા છે અને જ્યારે તેમની વાર્તા વિક્કીની ફિલ્મના ટ્રેલરમાં તેમણે જોઈ ત્યારે તેની પ્રતિક્રિયા ખૂબ જ લાગણીશીલ હતી.
વિક્કીએ કહ્યું કે જ્યારે તેમના માતા -પિતાએ આ ફિલ્મનું ટ્રેલર જોયું ત્યારે તેમને તે ખૂબ જ અસરકારક લાગ્યું. પંજાબી હોવાથી અમે આ પાત્ર સાથે જોડાણ અનુભવીએ છીએ. જ્યારે મેં મારા પિતાજીને બતાવ્યું, ત્યારે તેમની આંખો ભરાઈ ગઈ, માત્ર ટ્રેલર જોઈને. વિક્કી કૌશલે વધુમાં કહ્યું કે “મને આશા છે કે જ્યારે પણ લોકો આ ફિલ્મ જોશે, તેઓ પણ વિક્કીના પરિવારની જેમ ફિલ્મનો પ્રભાવ મહેસુસ થશે.”
પાત્રને સમજવામાં લાગી ઘણી મહેનત
તેમના બાળપણની વાર્તાઓનું પાત્ર ફિલ્મી પડદા પર ભજવવું વિક્કી કૌશલ માટે એકદમ પડકારજનક હતું. આ પાત્ર વિશે વિક્કી કહે છે કે સરદાર ઉધમનું પાત્ર ભજવતી વખતે સૌથી વધુ પડકારજનક તેમની ભાવનાત્મક સ્થિતિને સ્પર્શ કરવાનો હતો. આપણે તેમને આજે 100 વર્ષ પછી પણ યાદ કરીએ છીએ, કારણ કે તેમને એવું કંઈક ફિલ થયું હતું, તેઓ એવું કંઈક કરી ગયા કે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે.
તેથી તે ભાવનાત્મક સ્થિતિને સ્પર્શ કરવા માટે ઘણો વિચાર કરવામાં આવ્યો હતો. આ અંગે શૂજિત સર સાથે ઘણી વાતચીત પણ કરવામાં આવી હતી. ઘણી ચર્ચાઓ થઈ હતી. આ પાત્રને સમજવામાં પણ ઘણી મહેનત લાગી હતી.
સરદાર ઉધમમાં વિક્કી કૌશલ માટે હતા નવા પડકારો
અભિનેતાએ કહ્યું હતું કે હંમેશા અમે જે દ્રશ્યો કરતા હતા, તેમાં અમારો સરદાર ઉધમને શોધવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો, કારણ કે આ ફિલ્મમાં ઉધમની ઘણી ઓળખ દેખાય છે. અલગ અલગ દેખાવ સિવાય ઉંમરની સફર પણ આ ફિલ્મમાં બતાવવામાં આવી છે.
19થી 40 વર્ષની ઉંમર સુધીની સફર અહીં બતાવવામાં આવી છે. આ ઉંમરની યાત્રાને શારીરિક રીતે સ્ક્રીન પર બતાવવી પણ એક પડકાર હતો અને સૌથી મોટો પડકાર એ હતો કે જે પણ કરવાનું હતું તે પૂર્ણ સત્ય સાથે કરવાનું હતું. તમને જણાવી દઈએ કે વિક્કી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ 16 ઓક્ટોબરે OTT પર રિલીઝ થવા જઈ રહી છે.
આ પણ વાંચો:- જન્મદિવસે પોતાની ઉંમર જણાવવામાં Amitabh Bachchanએ કરી ભૂલ, દીકરી શ્વેતાએ આ રીતે ભૂલ સુધારી
આ પણ વાંચો:- વિક્કી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કેટરિના કૈફ આવી નજર, ફોટો થયા વાયરલ