AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Doctor G Box Office : આયુષ્માન ખુરાનાની ફિલ્મની શરૂઆત રહી શાનદાર, જાણો કમાણીના આંકડા

બોલિવૂડ એક્ટર (Bollywood actor) આયુષ્માન ખુરાના (Ayushmann khurrana), રકુલ પ્રીત સિંહ અને શેફાલી શાહ સ્ટારર ફિલ્મ 'ડૉક્ટર જી' (Doctor G) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

Doctor G Box Office : આયુષ્માન ખુરાનાની ફિલ્મની શરૂઆત રહી શાનદાર, જાણો કમાણીના આંકડા
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2022 | 1:08 PM
Share

Doctor G Day 1 Box Office : બોલિવૂડના વર્સેટાઈલ એક્ટર આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડોક્ટર જીએ (Doctor G) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની (Ayushmann khurrana) સાથે રકુલ પ્રીત સિંહ અને શેફાલી શાહ પણ મહત્વના રોલમાં જોવા મળશે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, ત્યારથી જ ફિલ્મને લઈને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેલર જોયા બાદ આશા હતી કે ફિલ્મની વાર્તા ફની હશે.

ફિલ્મ ડોક્ટર જી 14 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આવી સ્થિતિમાં ફિલ્મની એક દિવસની કમાણીના આંકડા પણ સામે આવ્યા છે. ફિલ્મનો પ્રથમ દિવસ બોક્સ ઓફિસ પર ઘણો સારો રહ્યો હતો. એવું માનવામાં આવે છે કે, ફિલ્મે નિર્માતાઓની અપેક્ષા કરતાં વધુ કમાણી કરી છે. આ જોતાં હવે બધાની નજર વીકએન્ડની કમાણીના આંકડા પર છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે સ્ટાર્સ અને મેકર્સે ફિલ્મનું પ્રમોશન પણ કર્યું નથી.

પ્રથમ દિવસના આંકડા

આંકડાઓ વિશે વાત કરીએ તો, પ્રાપ્ત માહિતી અનુસાર, ‘ડૉક્ટર જી’ એ પહેલા દિવસે 3.25 કરોડથી 3.75 કરોડનું કલેક્શન કર્યું હતું. એટલે કે 35 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે પહેલા દિવસની કમાણીથી 10 ટકા કમાણી કરી છે. મેકર્સ આ આંકડાઓથી ઘણા ખુશ છે. ફિલ્મમેકર્સે આ ફિલ્મને લગભગ 2500 સ્ક્રીન્સ પર રિલીઝ કરી છે.

મોટા સ્ટાર્સને છોડી દીધા પાછળ

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડૉક્ટર જી’એ ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મોને પાછળ છોડી દીધી છે. 2022માં રિલીઝ થયેલી જ્હોન અબ્રાહમની ‘એટેક’એ 1.33 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી અને અજય દેવગણ સ્ટારર ‘રનવે 34’એ 1.70 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી. આ સિવાય રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’એ 1.67 કરોડની ઓપનિંગ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, ફિલ્મને વીકેન્ડનો પૂરો ફાયદો મળી શકે છે. જો શનિવાર અને રવિવારના આંકડા સારા હોય તો ફિલ્મ હિટની યાદીમાં સામેલ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ અનુભૂતિ કશ્યપે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના ડૉક્ટર ઉદય પ્રતાપના રોલમાં છે. જ્યાં તેઓ સમય-સંજોગો અને ઓછા માર્કેસને કારણે તેઓ ગાયનોકોલોજી બની જાય છે. જ્યાંથી તેમનો સંઘર્ષ શરૂ થાય છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">