AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિશા પટનીની બહેન ખુશ્બુએ માસૂમ બાળકીનો જીવ બચાવીને લોકોના દિલ જીતી લીધા, જુઓ વીડિયો

અભિનેત્રી દિશા પટનની બહેન ખુશ્બુ પટની ભૂતપૂર્વ આર્મી ઓફિસર છે. હાલમાં તેમણે એક એવું કામ કર્યું છે. જેની ખુબ ચર્ચા થઈ રહી છે. ખુશ્બુ પટનીએ એક બાળકીનું રેસ્ક્યુ કર્યું છે.ખુશ્બુ પટનીએ એક છોકરીને બચાવી છે જે ખંડેરમાં કાદવમાં ખૂબ રડી રહી હતી.

દિશા પટનીની બહેન ખુશ્બુએ માસૂમ બાળકીનો જીવ બચાવીને લોકોના દિલ જીતી લીધા, જુઓ વીડિયો
| Updated on: Apr 21, 2025 | 12:15 PM
Share

ખુશ્બુ પટનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે, બાળકી એક સુમસામ સ્થળ પર છે અને રડી રહી છે.ખુશ્બુ કહે છે કે, તેના ઘરની પાછળ એક ખંડેર વિસ્તાર છે જ્યાં કોઈ આ છોકરીને છોડી ગયું છે. આ પછી, તે છોકરીને બહાર લઈ જાય છે. ખુશ્બુ બાળકને દૂધ પીવડાવે છે અને કહે છે કે તેની માતાએ સૌથી પહેલા બાળકનો રડતો અવાજ સાંભળ્યો હતો.

ખુશ્બુ પટની બાળકીનો ચેહરો જોઈને કહે છે કે માતા-પિતા કઈ રીતે બાળકને છોડી શકે. શરમ આવે છે આવા માતા-પિતા પર, ખુશ્બુ બાળકીના ચેહરા પર થયેલી ઈજા જોઈને કહે છે કે,આને મારવામાં પણ આવી છે. ત્યારબાદ તે બરેલી પોલિસને આ બાળકી સોંપી દે છે. તે કહે છે કે, પહેલા બાળકીની ટ્રીટમેન્ટ કરવામાં આવશે. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો

દિશા પટનીની હેને આગળ કહ્યું કે, બાળકીને જોઈ તેમણે તેનું નામ રાધા રાખ્યું છે. તે બાળકી પર નજર રાખશે. તેમજ આગળની જાણકારી પણ પોતાના ચાહકો સાથે શેર કરશે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી એક લાંબુ કેપ્શન પણ લખ્યું છે કે. જા કો રાખે સાંઈયા, માર સકે ન કોય. મને આશા છે કે, અધિકારીઓ તેની સંભાળ રાખશે અને યોગ્ય નિયમોની સાથે જે પણ કાર્ય હશે, તે કરશે.

ખુશ્બુએ પોસ્ટમાં બરેલી પોલિસ,યુપી પોલિસ,સીએમ યોગી, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, પીએમ મોદી અને મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીને ટેગ કર્યું છે. તેમણે અપીલ કરતા લખ્યું કે, પ્લીસ અમારા દેશમાં બાળકીઓને બચાવો!

પોસ્ટ પર બહેને આપ્યું રિએક્શન

હું ખાતરી કરીશ કે તે યોગ્ય હાથમાં જાય અને ત્યારબાદ તેનું જીવન સમૃદ્ધ બને. વ્યક્તિના ભાગ્યમાં જે કંઈ થાય છે તે સારું જ થાય છે. કોઈ તેને બદલી શકતું નથી. હે કૃષ્ણ.ખુશ્બુ પટનીની આ પોસ્ટ પર તેની બહેન દિશા પટનીએ લખ્યું કે, બ્લેસ યુ દી ઔર લિટલ ગર્લ. આ સિવાય ભૂમિ પેડનેકરે લખ્યું ભગવાન બાળકી અને તમારું ભલું કરે.

 દિશા પટનીના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

Follow Us
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
બહારનું ખાવું મોંઘુ પડશે
બહારનું ખાવું મોંઘુ પડશે
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
વિપક્ષના નેતા માટે કોંગ્રેસમાં હરીફાઈ તેજ
વિપક્ષના નેતા માટે કોંગ્રેસમાં હરીફાઈ તેજ
g clip-path="url(#clip0_868_265)">