ખુલાસો: ‘Sita’ના પાત્ર માટે કંગના હતી પ્રથમ પસંદગી, કરીના અને દીપિકાને નહોતી મળી ઓફર

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના ચાહકોના દિલમાં રાજ કરે છે. કંગનાએ તેના અભિનયને કારણે ચાહકોના દિલમાં ઊંડી છાપ છોડી છે. કંગના હાલમાં સીતા ફિલ્મ માટે હેડલાઇન્સમાં છે.

ખુલાસો: 'Sita'ના પાત્ર માટે કંગના હતી પ્રથમ પસંદગી, કરીના અને દીપિકાને નહોતી મળી ઓફર
Kareena Kapoor, Deepika Padukone, Kangana Ranaut

કંગના રનૌત (Kangana Ranaut) હંમેશા ચાહકોમાં તેમની ખાસ પ્રકારની ફિલ્મો માટે જાણીતી છે. તાજેતરમાં જ કંગનાની આગામી ફિલ્મ ‘ધ અવતાર સીતા’ (Sita)ની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં કંગના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

 

કંગના પહેલા કરીના કપૂર (Kareena Kapoor) અને દીપિકા પદુકોણ (Deepika Padukone)નો આ માટે સંપર્ક કરવામાં આવ્યો હોવાના સતત અહેવાલો હતા. પરંતુ હવે લેખક મનોજ મુંતશિરે તેને અફવા ગણાવી છે. બોલીવુડના ગીતકાર અને પટકથા લેખક મનોજ મુંતશિરે (Manoj Muntashir) આ ફિલ્મ માટે અભિનેત્રીઓ કરીના કપૂર અને દીપિકા પદુકોણનો સંપર્ક કર્યો હોવાની વાતોને રદિયો આપ્યો છે.

 

જાણો શું કહે છે મનોજ

એક સમાચાર અનુસાર મનોજે સ્પષ્ટતા કરી છે કે આ ફિલ્મ માટે મુખ્ય ભૂમિકાઓ માટે કરીના અને દીપિકાનો સંપર્ક કરવામાં આવ્યો ન હતો. સીતા માટે ફિલ્મ નિર્માતાઓ હંમેશા કંગના રનૌત (Kangana Ranaut)ને મુખ્ય ભૂમિકામાં કાસ્ટ કરવા માંગતા હતા.

 

મનોજે કહ્યું છે કે જ્યારે કંગના ફિલ્મ માટે પ્રથમ પસંદગી હતી, કરીના કપૂર અને દીપિકા પાદુકોણ જેવી અભિનેત્રીઓને આ પ્રોજેક્ટ માટે સંપર્ક કરવામાં આવ્યો ન હતો, આ અટકળો સાચી નથી. લેખકના મતે જે સીતા દેવીનું તેમણે ચિત્રણ કર્યું હતું, તે અલગ અલગ રુપો વાળી હતી. આવી સ્થિતિમાં કંગના આ પાત્રમાં ફિટ બેસે છે.

 

તેમણે ક્યારેય અન્ય અભિનેત્રીઓનો સંપર્ક કર્યો ન હતો અને હંમેશા ઈચ્છતા હતો કે કંગના ટાઈટલ રોલ ભજવે. મનોજે કહ્યું કે કંગના સીતામાં માને છે, અભિનેત્રી પાસે એક ‘મજબૂત વ્યક્તિત્વ’ છે. તાજેતરમાં, કંગનાએ પોતે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તે સીતા માતાની ભૂમિકા ભજવવા જઈ રહી છે.

 

તમને જણાવી દઈએ કે કંગના રનૌત પાસે આ સમયે ફિલ્મોની લાઈન છે. અભિનેત્રી તેની આગામી ફિલ્મ તેજસ ( Tejas)માં એરફોર્સ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. અભિનેત્રી પાસે ધાકડ (Dhaakad) જેવી ફિલ્મ પણ છે, જેનું શૂટિંગ તાજેતરમાં સમાપ્ત થયું છે, આ સિવાય તેમની ફિલ્મ થલાઇવી (Thalaivii) તાજેતરમાં થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ માટે કંગનાના ખૂબ વખાણ પણ થયા છે. આ ફિલ્મને વિવેચકોના સ્તરે સારો પ્રતિસાદ મળ્યો છે. કંગનાએ થલાઇવી માટે સખત મહેનત કરી હતી.

 

આ પણ વાંચો :-PM Narendra Modiના જીવન પર બની ચુકી છે આ ફિલ્મો, ચાહકો વચ્ચે મચાવી છે ધમાલ

આ પણ વાંચો :- PM Modi Birthday: પીએમ મોદીને કરણ જોહરથી લઈને પવન કલ્યાણ સુધીના સ્ટાર્સે આપી જન્મદિવસની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું?

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati