શું Kareena Kapoorએ 12 કરોડની ફીને કારણે ગુમાવ્યું ‘સીતા’નું પાત્ર ? જાણો સચ્ચાઈ

કંગના રનૌતે તેની આગામી ફિલ્મ ધ ઈનકારનેશન સીતાની જાહેરાત કરી છે. અગાઉ અહેવાલ હતા કે આ ફિલ્મ માટે કરીનાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ અભિનેત્રીએ 12 કરોડ ફીની માંગણી કરી હતી.

શું Kareena Kapoorએ 12 કરોડની ફીને કારણે ગુમાવ્યું 'સીતા'નું પાત્ર ? જાણો સચ્ચાઈ
Kareena Kapoor

કંગના રનૌત (Kangana Ranaut) તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ ‘ધ ઈનકારનેશન સીતા’ (The Incarnation Sita) ની જાહેરાત કરી છે જેમાં તે સીતાની ભૂમિકા ભજવવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે કંગના પહેલા, સમાચાર આવી રહ્યા હતા કે આ ફિલ્મ માટે કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) નો સંપર્ક કરવામાં આવ્યો છે. આ સિવાય એવા પણ અહેવાલ આવ્યા હતા કે કરીનાએ આ ફિલ્મ માટે 12 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, જે બાદ અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી હતી.

હવે આવા સમાચારો આવી રહ્યા છે કે કરીનાએ આટલી રકમની માંગને કારણે આ ફિલ્મ ગુમાવી છે. કરીનાએ ખુદ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક વેબસાઈટ સાથે વાત કરતા કરીનાએ કહ્યું કે, ‘થોડા વર્ષો પહેલા કોઈએ આ વિશે વાત નહોતી કરી કે ફિલ્મમાં કામ કરવા માટે સ્ત્રી અને પુરુષને સમાન ફી મળવી જોઈએ. હવે લોકો તેના વિશે વાત કરી રહ્યા છે.

મહિલાઓને સન્માન મળે

કરીનાએ વધુમાં કહ્યું કે તે હંમેશા ક્લીયર છે કે તે શું ઈચ્છે છે. કરીનાએ કહ્યું કે અહીં વાત ડિમાંડની નહોતી, અહીં મહિલાઓના સન્માનની વાત હતી.

ફિલ્મ વિશે દિગ્દર્શકે શું કહ્યું

ફિલ્મમાં કંગનાને કાસ્ટ કરવા અંગે દિગ્દર્શક અલોકિક દેસાઈએ કહ્યું હતું કે, “યુનિવર્સ પણ તેમની મદદ કરે છે જે તેના પર વિશ્વાસ કરે છે. જે પણ અસ્પષ્ટતા હતી તે હવે સાફ થઈ ગઈ છે. હું કંગનાને આ ફિલ્મ સાથે સાંકળીને ખૂબ જ ખુશ છું. આ પવિત્ર યાત્રા પૌરાણિક કથાને જોવાની રીત બદલી નાખશે.

તમને જણાવી દઈએ કે ફિલ્મના લેખક વિજેન્દ્ર પ્રસાદે સીતાની ભૂમિકા માટે કંગનાને નોમિનેટ કરી હતી. આ ફિલ્મ માટે કંગનાને 8-10 મહિના સુધી ટ્રેનિંગ કરવી પડશે. ફિલ્મમાં VFX નું ઘણું કામ હશે. ફિલ્મના નિર્માતા સલોની શર્માએ કહ્યું, “એક મહિલા તરીકે, હું કંગના રનૌતને ફિલ્મમાં લઈને ખૂબ ખુશ છું. કંગના એક ભારતીય મહિલાનું પાત્ર સારી રીતે નિભાવી  શકે છે જે નિર્ભય અને હિંમતવાન છે. સમાનતાની ઉજવણી કરવાનો સમય આવી ગયો છે.

બાળપણમાં પણ સીતા બની હતી કંગના

હવે કરીના ભલે આ મોટી ફિલ્મનો હિસ્સો નથી, પરંતુ કંગના આ ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે કંગનાએ જાહેરાત કરી હતી કે તેણે પોસ્ટર શેર કર્યું છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Kangana Thalaivii (@kanganaranaut)

આ સાથે કંગનાએ તેના બાળપણનો ફોટો પણ શેર કર્યો હતો જેમાં તે સીતાના લુકમાં જોવા મળી હતી. કંગનાએ ફોટો શેર કર્યો અને લખ્યું, મેં 12 વર્ષની ઉંમરે પણ સીતાનો રોલ કર્યો હતો. સિયા રામ ચંદ્ર કી જય.

 

આ પણ વાંચો :- Ankita Lokhandeએ પવિત્ર રિશ્તા 2 વિશે ટ્રોલ કરવા વાળાને આપ્યો યોગ્ય જવાબ, કહ્યું- મને ખરાબ નથી લાગતું

 

આ પણ વાંચો :- Rashami Desaiએ ડીપ નેક ડ્રેસમાં જીત્યું ચાહકોનું દિલ, ફોટા જોઈને કહ્યું ‘મારી ક્વીન’

 

Click on your DTH Provider to Add TV9 Gujarati