De De Pyar De Sequel: અજય દેવગનની ટૂંક સમયમાં આવી રહી છે ‘દે દે પ્યાર દે’ની સિક્વલ, પોતે જ આપી આ ખુશખબર
રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) પાસે છત્રીવાલી, ડોક્ટર જી, મિશન સિન્ડ્રેલા અને થેંક ગોડ સહિતના કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ્સ છે. બીજી તરફ, અજય આગામી ફિલ્મ 'મેદાન'માં જોવા મળશે જે આ વર્ષના અંતમાં રિલીઝ થશે.
રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) અને અજય દેવગણે (Ajay Devgn)તાજેતરમાં જ ફિલ્મ ‘રનવે 34’ માટે સ્ક્રીન શેર કરી હતી, જેનું નિર્દેશન અજયે કર્યું હતું. આ ફિલ્મમાં બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ છે અને આ દિવસોમાં ફિલ્મ થિયેટરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે. જો કે આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ખાસ રિસ્પોન્સ નથી મળી રહ્યો. આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ અને અજય દેવગણ કો-પાઈલટની ભૂમિકા ભજવી રહ્યા છે, જે ફ્લાઈટમાં એક ઘટના બાદ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ જાય છે. ‘રનવે 34’ પહેલા બંનેએ ફિલ્મ ‘દે દે પ્યાર દે’માં સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મ વર્ષ 2019માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તે સમયે હિટ સાબિત થઈ હતી અને હવે અજયે આ ફિલ્મની સિક્વલ બનાવવા માટે પોતાના તરફથી કન્ફર્મ કર્યું છે.
દે દે પ્યાર દે સિક્વલ ટૂંક સમયમાં આવશે
દે દે પ્યાર દેમાં, અજય દેવગણે આશિષ મેહરાની ભૂમિકા ભજવી હતી, જે રકુલ પ્રીત સિંહ દ્વારા ભજવવામાં આવેલી નાની વયની સ્ત્રી આયશાના પાત્રના પ્રેમમાં પડે છે. તે તેણીને તેના પ્રથમ લગ્ન વિશે કહે છે. તેને તબ્બુ અને તેના મોટા બાળકો સાથે પરિચય કરાવે છે. તાજેતરમાં, રનવે 34નું પ્રમોશન કરતી વખતે, અજયે પુષ્ટિ કરી કે તે દે દે પ્યાર દેની સિક્વલની યોજના બનાવી રહ્યો છે.
દે દે પ્યાર દેની સિક્વલ વિશે વાત કરતાં અજયે કહ્યું
‘દે દે પ્યાર દે’ની વાર્તા બાકીની વાર્તાઓ કરતા સાવ અલગ હતી, કદાચ એટલે જ લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. જો કે હવે અજય દેવગન જેની વાર્તા વિશે વાત કરી રહ્યો છે તે સ્વાભાવિક રીતે જ અલગ વાર્તા છે પણ તે દર્શકોને ગમવામાં કેટલી સફળ થાય છે, તે ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે. પરંતુ અજયે સ્પષ્ટપણે આવું કહ્યા બાદ લોકોમાં આ ફિલ્મને લઈને ઉત્સુકતા વધી ગઈ છે. હવે આ ફિલ્મની શરૂઆત એટલે કે ફિલ્મનું શુટિંગ ક્યારે શરૂ થશે તે પણ આગામી દિવસોમાં ખબર પડશે.
અજય અને રકુલ પાસે ઘણા બધા પ્રોજેક્ટ છે
વર્ક ફ્રન્ટ પર, રકુલ પ્રીત સિંહ પાસે છત્રીવાલી, ડોક્ટર જી, મિશન સિન્ડ્રેલા અને થેંક ગોડ સહિત કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ્સ છે. બીજી તરફ, અજય આગામી ફિલ્મ ‘મેદાન’માં જોવા મળશે જે આ વર્ષના અંતમાં રિલીઝ થશે. અજય દેવગન ‘રનવે 34’ પહેલા વધુ બે ફિલ્મોમાં મજબૂત પાત્રમાં જોવા મળ્યો છે. તેમની પ્રથમ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ હતી જેમાં તેણે લાલાનો રોલ કર્યો હતો અને બીજી ફિલ્મ એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ હતી, જેમાં અજયે, રામ ચરણ તેજાના પિતાની ભૂમિકા ભજવી હતી. અજય દેવગણે આ બંને ફિલ્મો માટે તગડી ફી લીધી હતી.