AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Operation Sindoor પર ફિલ્મ બનાવી રહ્યા છે વિવેક અગ્નિહોત્રી, મોટા પડદે દેખાડશે રિયલ સ્ટોરી

Operation Sindoor Film : ઓપરેશન સિંદૂર પર એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે, વિવેક અગ્નિહોત્રી ભૂષણ કુમાર સાથે મળીને મોટા પડદા પર ઓપરેશન સિંદુર બનાવી રહ્યા છે. હવે ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Breaking News : Operation Sindoor પર ફિલ્મ બનાવી રહ્યા છે વિવેક અગ્નિહોત્રી, મોટા પડદે દેખાડશે રિયલ સ્ટોરી
| Updated on: Mar 26, 2026 | 4:45 PM
Share

Operation Sindoor Film : ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની અપકમિંગ મોટી ફિલ્મ પર મોટી જાણકારી સામે આવી છે. ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. જેની જાહેરાત થઈ ચૂકી છે. એપ્રિલ 2025માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આંતકી હુમલો થયો હતો.જેના જવાબમાં ભારતીય સૈનાની કાર્યવાહી આધારિત આ ફિલ્મ છે. આ ફિલ્મ લેફ્ટિનેટ જનરલ કેજેએસ ટાઈની ઢિલ્લોની પુસ્તક‘Operation Sindoor: The Untold Story of Indias Deep Strikes Inside Pakistan’ તે પ્રેરિત હોવાનું કહેવાય છે. ફિલ્મને વિવેક અગ્નિહોત્રી ડાયરેક્ટ કરશે. તેમનું કહેવું છે કે, મારો પ્રયત્ન એ રહેશે કે, સ્ટોરીની આખી સચ્ચાઈની સાથે મોટા પડદાં પર દેખાડવામાં આવશે.

વિવેક અગ્નિહોત્રીએ X પર પોસ્ટ કરતા લખ્યું કે,ભૂષણ કુમાર અને હું Operation Sindoor માટે હાથ મિલાવ્યા છે. આ એક એવી સ્ટોરી છે. જેને સબકોન્ટિનેટમાં સિક્યોરિટીની પરિભાષા બદલી છે. તેમજ પાકિસ્તાનના પરમાણું કૌભાંડનો પર્દાફાશ થયો. આ ફિલ્મ લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ટાઈની ઢિલ્લોનના પુસ્તકથી પ્રેરિત છે.”

ઓપરેશન સિંદુર પર ફિલ્મ બનાવી રહ્યા છે વિવેક અગ્નિહોત્રી

વિવેક અગ્નિહોત્રીએ આ પોસ્ટમાં આગળ લખ્યું કે, આ ફિલ્મ પહલગામ આતંકી હુમલા પછીની પરિસ્થિતિ પર આધારિત છે અને ભારતીય સશસ્ત્ર દળોની વિવિધ પાંખો સાથે મળીને કરવામાં આવેલા, ગ્રાઉન્ડ લેવલ સંશોધનમાંથી લેવામાં આવી છે. આનો ઈરાદો ધમાલ મચાવવાનો નહી પરંતુ ફૈક્ટ, ને સિનેમાના જાદુ સાથે બધા સાથે શેર કરવાનો છે. વિવેકની કંપની આઈ એમ બુદ્ધા પ્રોડક્શન આ પ્રોજેક્ટને ભુષણ કુમારની ટી-સીરિઝની સાથે મળી બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં 6 મે થી 10 મે 2025 વચ્ચે થયેલા આખા ઓપરેશનને દેખાડવામાં આવશે.

ભૂષણ કુમાર આ પ્રોજેક્ટને પ્રોડ્યુસ કરી રહ્યા છે. જેમણે ફિલ્મને લઈ કહ્યું કે, કેટલીક સ્ટોરીઓ અમે પસંદ નથી કરતા પરંતુ તે અમને પસંદ કરે છે. ઓપરેશન સિંદુર પણ આવી જ એક સ્ટોરી છે. એક એવી સ્ટોરી જે ઈમાનદારી, હિંમત અને જવાબદારીઓની સાથે બતાવવી જરુરી છે. આ માત્ર એક ફિલ્મ નથી પરંતુ એક મોટો ખુલાસો છે. જ્યારે કોઈ દેશ આટલી મોટી ઘટનાઓમાંથી પસાર થાય છે, તો એ ઘટનાઓ સચ્ચાઈ સાથે રેકોર્ડ કરવી જરુરી બને છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા.  વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">