Breaking News : ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જરે કેન્સરને હરાવ્યું, ચાહકોને ખાસ અપીલ કરી

મોનલ ગજ્જર (Monal Gajjar)નો જન્મ 13 મેના રોજ એક ગુજરાતી પરિવારમાં થયો હતો અને તેઅમદાવાદની રહેવાસી છે.હાલમાં મોનલ ગજ્જરે કેન્સરને લઈ ખુલાસો કર્યો છે. તેમજ ચાહકોની એક મોટી વાત કહી છે.

Breaking News : ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જરે કેન્સરને હરાવ્યું, ચાહકોને ખાસ અપીલ કરી
| Updated on: Nov 13, 2026 | 9:33 AM

મોનલ ગજ્જરએ ગુજરાતની ફેમસ અભિનેત્રીઓમાંની એક છે જેમણે ગુજરાતી ,હિન્દીથી લઈ તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે. તે તેલુગુ બિગ બોસ ગેમ શોમાં પણ ચર્ચામાં રહી હતી. તાજેતરમાં, મોનલે તેના સ્વાસ્થ્ય વિશે વિગતો જાહેર કરીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા. તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યું કે તેને પેપિલરી થાઇરોઇડ કેન્સર હોવાનું નિદાન થયું છે અને તાજેતરમાં જ તેની સર્જરી કરવામાં આવી છે. જો કે, તેમણે જણાવ્યું કે સર્જરી સફળ રહી છે અને તે હાલમાં સ્વસ્થ થઈ રહી છે. આ પ્રસંગે, તેમણે તેના ચાહકો સાથે અનેક સ્વાસ્થ્ય સંબંધિત વિગતો શેર કરી.

ડોકટરોની સલાહ પર સર્જરી કરાવી

તેલુગુ બિગ બોસ સીઝન 4 માં ભાગ લઈને ટેલિવિઝન ચાહકોમાં પણ પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું હતુ.મોનલની તાજેતરની પોસ્ટ, જેમાં તેમણે તેના સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે ખુલીને વાત કરી હતી, તે ફિલ્મ પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બની છે. તેણીએ ખુલાસો કર્યો કે, તબીબી તપાસમાં તેમને પેપિલરી થાઇરોઇડ કેન્સર હોવાનું નિદાન થયું છે. તેના ડોકટરોની સલાહ પર સર્જરી કરાવી હતી. ઓપરેશન સફળ રહ્યું હતું, અને તેની તબિયત હાલમાં સુધરી રહી છે.

મોનલે તેના ચાહકો સાથે એક મહત્વપૂર્ણ સંદેશ શેર કર્યો. તેમણે તેમને સલાહ આપી કે તેઓ તેમના કરિયર અને પર્સનલ લાઈફમાં ગમે તેટલા વ્યસ્ત હોય, તેમના સ્વાસ્થ્યને અવગણશો નહીં. તેમણે વિનંતી કરી કે જો તેમને બીમારીના કોઈપણ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો અને નિયમિત આરોગ્ય તપાસનું સમયપત્રક બનાવો. તેણીએ તેમને સર્વાઇકલ કેન્સરને રોકવામાં HPV રસીના મહત્વની પણ યાદ અપાવી. ચાહકો સોશિયલ મીડિયા પર તેના ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી રહી છે.

 

 

 

મોનલ ગજ્જર એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જે મુખ્યત્વે ગુજરાતી અને તેલુગુ ફિલ્મોમાં અને કેટલીક તમિલ ફિલ્મોમાં દેખાય છે. તેમણે 2012 માં તેલુગુ ફિલ્મ સુદીગાડુથી ડેબ્યૂ કર્યું હતું. 2021માં સતીશ કૌશિક દિગ્દર્શિત હિન્દી ફિલ્મ કાગઝમાં પણ અભિનય કર્યો છે જે ભારતની સરકારી વ્યવસ્થા પર વ્યંગ છે.

ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જરે કેન્સરને માત આપી જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.