AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુનિતા આહુજાના આરોપો પર ગોવિંદાનો વળતો પ્રહાર, જાણો શું કહ્યું?

ગોવિંદાએ પત્ની સુનિતા આહુજાના આરોપ પર આખરે મૌન તોડ્યું છે. છેલ્લા કેટલાક સમયથી પત્ની દ્વારા અનેક આરોપ લગાવવામાં આવી રહ્યા હતા. ત્યારે હવે આ સમગ્ર વાતને લઈ અભિનેતાએ શું કહ્યું ચાલો જાણીએ.

Breaking News : સુનિતા આહુજાના આરોપો પર ગોવિંદાનો વળતો પ્રહાર, જાણો શું કહ્યું?
| Updated on: Aug 10, 2026 | 7:59 AM
Share

ગોવિંદા અને સુનિતા આહુજાના સંબંધો છેલ્લા કેટલાક સમયથી ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. હવે રિયાલિટી શો સ્ટાર બની ચૂકેલી સુનિતા આહુજા સતત પોતાના સુપરસ્ટાર પતિના અફેરને લઈઈશારોમાં વાત કરતી જોવા મળી રહી છે. ગોવિંદા અને લગ્ન બહારના તેના સંબંધોને લઈ સુનિતા પોતાના નિવેદનો અને આરોપને લઈ ચર્ચામાં છે. હાલમાં તે લોકઅપ 2માં જોવા મળી હતી. જ્યાં ગોવિંદા પણ તેના માટે શોમાં પહોંચી હતી. હવે એક લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં ગોવિંદાએ સુનિતા દ્વારા લગાવવામાં આવેલા આરોપ પર વાત કરી છે.

ગોવિંદાએ સુનિતા આહુજાના એ તમામ આરોપ પર પણ રિએક્શન આપ્યું છે. જેમાં તેમણે અભિનેતા પર અનેક અભિનેત્રીઓ સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો. અભિનેતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ફેમસ થવા માટે કોઈની છાપ ખરાબ કરવું યોગ્ય નથી. આ સાથે અભિનેતાએ કહ્યું કે, તે સુનિતાની એ વાતને પણ પ્રેમ વ્યક્ત કરવાની રીતે જુએ છે.

ગોવિંદાએ આરોપ પર મૌન તોડ્યું

હાલમાં એક ઈન્ટરવ્યુમાં ગોવિંદાએ કહ્યું તે મને પ્રેમથી અપશબ્દો કહે તો પણ હું સાંભળી લઉં મને એવું લાગે કે, જે જ્યાં છે. ત્યાં એક વ્યક્તિત્વને લઈ પ્રસ્તુત ઉપર વાળાએ કર્યુંછે. જો તે ન હોત તો મને સફળતા ન મળત. અમારું ઘર પરિવારના અનેક બાળકો મોટા થઈ ગયા છે. તેના પર તેનો હક છે.

ગોવિંદાએ કહ્યું, ઘણી બધી બાબતો એવી છે જે વ્યક્ત કરી શકાતી નથી, અને ક્યારેય શબ્દોમાં નહીં. જો હું આ બધી બાબતોનો ટૂંકમાં પરિચય આપું, તો શું અંતર બનાવવા માટે આરોપ લગાવવાની જરૂર છે? લોકો તેને છટકી જવાનો રસ્તો માને છે. શું સફળતા માટે ખરાબ વર્તન જરૂરી છે? ક્યારેક તે થોડું સરળ હોય છે. સુનિતા કદાચ થોડી વાર મારી પ્રશંસા કરશે, અને પછી તે કંઈક ખરાબ કહેશે. મને તેમાં વધુ પ્રેમ દેખાય છે. તમને જણાવી દઈએ કે, સુનિતા આહુજાએ થોડા સમય પહેલા ઓટીટી પર ડેબ્યું કર્યું હતુ. તે લોકઅપ 2ની સ્પર્ધક તરીકે જોવા મળી હતી. આ દરમિયાન શોમાં અભિનેતા ગોવિંદાએ પણ મહેમાન તરીકે એન્ટ્રી કરી હતી.

સુનિતા આહુજા પતિ ગોવિંદાથી અલગ રહી જીવે છે લક્ઝરી લાઈફ, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">