
પીઢ અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. હેમા માલિનીએ તેમના યોગદાન અને યાદોને યાદ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. અભિનેત્રી અને સાંસદ હેમા માલિનીએ ખુશી વ્યક્ત કરતા ટ્વિટ કર્યું હતુ. સરકારે ધર્મેન્દ્રજીના ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આપેલા યોગદાનને ઓળખ આપી છે. હેમા માલિનીએ કહ્યું ખુબ ગર્વ છે,ધર્મેન્દ્રને આ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવી રહ્યું છે.
So so proud that the govt has recognised Dharam ji’s immense contribution to the film industry by bestowing on him the prestigious Padma Vibhushan award pic.twitter.com/5zJnA53MT0
— Hema Malini (@dreamgirlhema) January 25, 2026
આ વર્ષે કલા ક્ષેત્રે તેમના કાર્ય માટે જે સેલિબ્રિટીઓને સન્માનિત કરવામાં આવશે તેમાં સિંગર અલકા યાજ્ઞિક, અભિનેતા આર. માધવન, સાઉથના સુપરસ્ટાર મામૂટી અને દિવંગત દિગ્ગજ સુપરસ્ટાર ધર્મેન્દ્રનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે આ વર્ષે ભારતનો સર્વોચ્ચ સન્માન કોને મળશે?
પદ્મ વિભૂષણ હિન્દી સિનેમામાં સૌથી મોટા અને દિવંગત અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરાશે. તમને જણાવી દઈએ કે, ધર્મેન્દ્રનું નિધન 24 નવેમ્બર 2025ના રોજ થયું હતુ.
વિખ્યાત આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને તેમની લોકસાંસ્કૃતિક અને કલા ક્ષેત્રે આપેલી અમૂલ્ય સેવા બદલ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. સમાજમાં અંગદાન અંગે વ્યાપક જાગૃતિ ફેલાવનાર અને અંગદાન અભિયાનના પ્રણેતા નિલેષ માંડલેવાલાને પણ તેમના માનવસેવાના કાર્ય બદલ પદ્મ સન્માન આપવામાં આવ્યું છે. આ સાથે જ, સંગીત ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવનાર અને જાણીતા તબલાવાદક હાજી કાસમ (હાજીભાઈ કાસમભાઈ રમકડું) ને પણ પદ્મ એવોર્ડથી ગૌરવ આપવામાં આવ્યું છે.
પદ્મ ભૂષણનું સન્માન રાષ્ટ્ર માટે કરેલી ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવાને માન્યાતા આપવા માટે આપવામાં આવે છે.પદ્મ શ્રી કોઈપણ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત સેવા દ્વારા આપવામાં આવે છે, જેમાં સરકારી કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સેવાનો પણ સમાવેશ થાય છે.
પદ્મ વિભૂષણ
આ ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે કે જે કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને પ્રતિષ્ઠિત સેવા માટે આપવામાં આવે છે. આ સન્માનમાં સરકારી સેવકો દ્વારા આપવામાં આવતી સેવાનો સમાવેશ થાય છે.