
ફેમસ મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર અને સનરાઈઝર્સ હૈદરાબાદની સીઈઓ કાવ્યા મારનના લગ્નની અફવાઓ થોડા સમય પહેલા પણ ઉડી હતી. બંનેમાંથી કોઈએ આ વાતનો ખુલાસો કર્યો ન હતો. પરંતુ હવે સિંગરના કાકા અને દિગ્ગજ અભિનેતા જી મહેન્દ્રે આ વાત પર રિએક્શન આપ્યું છે. જે ચર્ચાઓમાં છે. તેમણે દાવો કર્યો કે, બંનેના લગ્ન નક્કી થઈ ચૂક્યા છે. કાવ્યા મારન ફેમસ સિંગરની દુલ્હન બનશે.
કેપીટીવીને ઈન્ટરવ્યુ આપતી વખતે વાઈ જી મહેન્દ્રએ અનિરુદ્ધના લગ્નને લઈ સવાલો કરવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું અનિરુદ્ધ ખુબ સિમ્પલ છોકરો છે. મને જે જાણકારી મળી છે. તે મુજબ આ લગ્ન લગભગ પાક્કા છે. તે ખુબ મોટા પરિવાર સાથે જોડાવા જઈ રહ્યો છે. હું તેને શુભકામના પાઠવવા માંગુ છું.
કાવ્યા મારનના વખાણ કરતા મહેન્દ્રે આગળ કહ્યું કાવ્યા કોઈ સામાન્ય છોકરી નથી. તેનામાં આટલી મોટી આઈપીએલ ટીમને સંભાળવાની શક્તિ છે. બિઝનેસના ગુણ તેમને તેના પિતા પાસેથી વારસામાં મળ્યા છે. બંનેની જોડી સુંદર છે. બંને સાથે મળી મ્યુઝિકલ બિઝનેસમાં હાથ અજમાવી શકે છે. તેમણે લગ્નની તારીખ કે વેન્યુને લઈ કોઈ વાત કરી નથી.
આવું પહેલી વખત થયું નથી કે અનિરુદ્ધ અને કાવ્યા મારનનું નામ એક સાથે જોડાયું હોય. વર્ષ 2025માં પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેઓ છેલ્લા એક વર્ષથી ડેટ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, અનિરુદ્ધ રવિચંદર હાલમાં તમિલ અને ભારતીય સિનેમાનો સૌથી ફેમસ મ્યુઝિક કંપોઝર્સમાંથી એક છે. વાય ધીસ કોલાવેરી ડીથી ગ્લોબલ સ્ટાર બનેલા અનિરુદ્ધે લિયો, વેટ્ટૈયન અને કુલી જેવી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું છે. કાવ્યા મારન દેશના મોટા મીડિયા હાઉસમાંથી એક સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારનની દીકરી છે. તે સન ટીવી નેટવર્કની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હોવાની સાથે સાથે આઈપીએલ ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદની કમાન સંભાળે છે.