Box Office Prediction : KGF 2 પછી સૌથી મોટી ઓપનિંગ સાબિત થશે બ્રહ્માસ્ત્ર

તમને જણાવી દઈએ કે, ફિલ્મ બ્રહ્માસ્ત્રને (Brahmastra) લઈને પણ બહિષ્કારનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો, પરંતુ ફિલ્મનું એડવાન્સ બુકિંગ જોઈને લાગે છે કે બહિષ્કારની કોઈ અસર થઈ નથી.

Box Office Prediction : KGF 2 પછી સૌથી મોટી ઓપનિંગ સાબિત થશે બ્રહ્માસ્ત્ર
Alia Bhatt And Ranbir Kapoor In Brahmastra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 12:07 PM

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્ર આજે સિનેમેટિક સ્ક્રીન પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મના એડવાન્સ બુકિંગ સાથે, પ્રદર્શકો અને વિતરકો બંનેને આશા છે કે, ફિલ્મ સારો દેખાવ કરશે. તેને આશા છે કે જે કામ આ વર્ષે રિલીઝ થયેલી બોલિવૂડની ઘણી મોટા બજેટની ફિલ્મો નથી કરી શકી તે કામ તે રણબીર અને આલિયાની બ્રહ્માસ્ત્ર કરી શકે છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત અને કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન પણ છે.

બ્રહ્માસ્ત્ર માટે એડવાન્સ બુકિંગનો ફાયદો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મના VFX અને ભવ્યતાએ દર્શકો પર સકારાત્મક અસર કરી છે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ જોઈને ખબર પડે છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી માત્ર PVRમાં જ 92,000 મૂવી ટિકિટ વેચાઈ હતી. જ્યારે ભૂલ ભૂલૈયા 2 એ PVR, INOX અને Cinépolis માં ફિલ્મના રિલીઝના એક દિવસ પહેલા સુધી 92,000 ટિકિટો વેચી હતી.

ભૂલ ભૂલૈયા 2એ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. આવી સ્થિતિમાં, જો આપણે ફક્ત PVRમાં વેચાયેલી બ્રહ્માસ્ત્રની ટિકિટોની સંખ્યા જોઈએ, તો તે મુજબ તે ભૂલ ભૂલૈયા 2 કરતાં ઘણી વધારે છે. કારણ કે અન્ય થિયેટરોમાં વેચાયેલી ફિલ્મોના આંકડા ઉમેરવામાં આવ્યા નથી.

છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની ઈમોશનલ પોસ્ટ વાયરલ !
આજનું રાશિફળ તારીખ 05-01-2025
Headache in Winter : શિયાળામાં માથું કેમ દુખે છે?
Jaggery and Sesame Benefits : સફેદ તલ અને ગોળ સાથે ખાવાથી શરીરને થાય છે ચોંકાવનારા ફાયદા
Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન
જયા કિશોરી, ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?

બ્રહ્માસ્ત્ર આટલા કરોડનો કરી શકે છે બિઝનેસ

બોક્સ ઓફિસ ઈન્ડિયાના અહેવાલો સૂચવે છે કે, રણબીર અને આલિયાની બ્રહ્માસ્ત્ર રિલીઝના પ્રથમ દિવસે લગભગ રૂપિયા 30 કરોડનો બિઝનેસ કરી શકે છે. એડવાન્સ બુકિંગના આધારે ફિલ્મની કમાણીનો આ આંકડો જણાવવામાં આવી રહ્યો છે. જો આમ થશે તો KGF 2 પછી બ્રહ્માસ્ત્ર આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ સાબિત થશે. ફિલ્મ સમીક્ષક અને વેપાર વિશ્લેષક સુમિત કાડેલનું પણ માનવું છે કે, એડવાન્સ બુકિંગના આધારે ફિલ્મ સપ્તાહના અંતે 20 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને પણ બહિષ્કારનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો, પરંતુ ફિલ્મનું એડવાન્સ બુકિંગ જોઈને લાગે છે કે બહિષ્કારની કોઈ અસર થઈ નથી. અક્ષય કુમારની રક્ષા બંધનથી લઈને આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા સુધી, આ વર્ષે રિલીઝ થયેલી ઘણી ફિલ્મો બોલિવૂડના બહિષ્કારમાંથી પસાર થઈ છે. પરંતુ તેના નામની જેમ બ્રહ્માસ્ત્ર પણ આ બહિષ્કારને કાપવામાં સફળ જણાય છે. જો કે, બાકીનું હજી પણ ફિલ્મની સામગ્રી પર છે. જો લોકોને આજે ફિલ્મનું કન્ટેન્ટ ગમશે તો જ આગળ વધવાની અપેક્ષા છે.

g clip-path="url(#clip0_868_265)">