‘બ્રહ્માસ્ત્ર’ બની વિશ્વની નંબર 1 ફિલ્મ, કમાણી 200 કરોડને પાર

|

Sep 12, 2022 | 5:06 PM

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. સમગ્ર વિશ્વમાં આ ફિલ્મે અપેક્ષા કરતાં વધુ કમાણી કરી છે, તે પણ પ્રથમ વીકએન્ડમાં.

બ્રહ્માસ્ત્ર બની વિશ્વની નંબર 1 ફિલ્મ, કમાણી 200 કરોડને પાર
'બ્રહ્માસ્ત્ર' બની વિશ્વની નંબર 1 ફિલ્મ
Image Credit source: Twitter

Follow us on

Brahmastra : રણબીર કપુર અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની હાલમા રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મને લોકો ખુબ પ્રેમ કરી રહ્યા છે. આ ફિલ્મને લઈ એવું પણ કહેવામાં આવી રહ્યુ હતુ કે, આ ફિલ્મ વધુ ચાલશે નહિ. બાયકોટ ટ્રૈડની વાત કરીએ તો ત્યારે પણ સવાલો ઉઠતા જોવા મળ્યા હતા. આ તમામ અહેવાલ પર હવે બ્રેક લાગી છે. ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra)ની કમાણી દિન -પ્રતિ દિન વધી રહી છે. એવી જાણકારી સામે આવી રહી છે કે, આ ફિલ્મે અત્યાર સુધી ભારતીય બોક્સ ઓફિસ પર 120 કરોડનો કારોબાર કરી લીધો છે અને દુનિયાભરમાં ફિલ્મે 212 કરોડની કમાણી કરી છે.

ભારતીય બોક્સ ઓફિસ પર 120 કરોડની કમાણી

અત્યારે આ ફિલ્મની જર્ની લાંબી જોવા મળી રહી છે. કારણ કે, આ ફિલ્મે ઈન્ટરનેશનલ લેવલ પર પણ ધમાલ મચાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, બ્રહ્માસ્ત્રે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પોતાનો કબ્જો જમાવ્યો છે. જ્યારે અમેરિકામાં પણ ફિલ્મે અક મજબુત શરુઆત કરી છે. આ ત્યારે સંભવ થઈ રહ્યું છે જ્યારે હાલના દિવસોમાં કોઈ અન્ય હોલીવુડ ફિલ્મ રિલીઝ થઈ નથી. આનો ફાયદો બ્રહ્માસ્ત્રને મળ્યો છે. આ ફિલ્મે વીકએન્ડ પર આટલી મોટી કમાણી કરનારી પ્રથમ બોલીવુડ ફિલ્મ બની ગઈ છે.

ફિલ્મોએ દુનિયાભરમાં 212 કરોડ રૂપિયાની કમાણી કરી

યુએસ બોક્સ ઓફિસ ટ્રેકર બોક્સ ઓફિસ મોજો અનુસાર ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન – શિવા’ એ તેના શરૂઆતના સપ્તાહમાં વિશ્વભરમાં 26.5 મિલિયન ડોલર એટલે કે, 212 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમાંથી 44 લાખ ડોલર માત્ર અમેરિકી માર્કેટમાંથી આવ્યા છે. આ આંકડો 9-11 સપ્ટેમ્બરના સપ્તાહના અંતે વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ પણ બનાવે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

2 ભારતીય ફિલ્મ વીક એન્ડમાં ટૉપ પર રહી

આ ફિલ્મ માટે એક સારી ઉપલબ્ધિ માનવામાં આવી છે. માત્ર 2 ભારતીય ફિલ્મે પોતાની શરુઆત વીકએન્ડમાં દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર ટોપ પર રહી છે અને બંન્ને સાઉથની ફિલ્મ હતી. ગત્ત વર્ષે વિજયની માસ્ટરે જાન્યુઆરી 2021માં રિલીઝ થયેલ ગ્લોબલ ચાર્ટમાં ટૉપ રેન્ક મેળવ્યું હતુ. જેમાં 16 મિલિયન ડોલરથી વધુ કમાણી કરી અને ચીની ફિલ્મ એ લિટિલ રેડ ફ્લાવર પછાડી છે. આ વર્ષની શરૂઆતમાં SS રાજામૌલીની ‘RRR’ એ તેના શરૂઆતના સપ્તાહમાં 60 મિલિયનથી વધુની કમાણી કરીને ‘ધ બેટમેન’ને હરાવીને રેકોર્ડ તોડ્યો હતો.

Next Article