VIDEO: અમેરિકામાં પણ ‘સામી-સામી’નો જલવો, યુવતીઓએ સાડી પહેરીને કર્યો જબરદસ્ત ડાન્સ

આ દિવસોમાં અમેરિકામાં રહેતી બે યુવતીઓનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પુષ્પાના સામી-સામી ગીત પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે.

VIDEO: અમેરિકામાં પણ 'સામી-સામી'નો જલવો, યુવતીઓએ સાડી પહેરીને કર્યો જબરદસ્ત ડાન્સ
girl perform wonderful dance
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 9:50 AM

રશ્મિકા મંદન્ના (Rashmika Mandanna) અને અલ્લુ અર્જુનની (Allu Arjun) ફિલ્મ પુષ્પા (Pushpa The Rise) સેલેબ્સના માથા પરથી ઉતરવાનું નામ નથી લઈ રહી. ફિલ્મના ગીત ‘સામી સામી’ પર દરેક લોકો ડાન્સ વીડિયો બનાવી રહ્યા છે. આજે પણ ઈન્સ્ટાગ્રામ પર પુષ્પાના ગીતો પર ઘણી રીલ બની રહી છે. ‘સામી સામી’ ગીતનું હૂક સ્ટેપ દરેકનું ફેવરિટ ડાન્સ સ્ટેપ બની ગયું છે. અત્યાર સુધી તમે ભારતની મોટી હસ્તીઓથી લઈને સામાન્ય લોકો સુધી આ ગીત પર વીડિયો બનાવતા જોયા જ હશે.

આ ફિલ્મનો ક્રેઝ માત્ર ભારતના લોકોમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય ઘણા દેશોના લોકોમાં પણ ધૂમ મચાવી રહ્યો છે. હાલના દિવસોમાં પણ અમેરિકામાં રહેતી બે યુવતીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને નેટીઝન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

વીડિયોમાં પરંપરાગત ડ્રેસ પહેરેલી બે છોકરીઓ પુષ્પાના ગીત ‘સામી-સામી’ પર ધમાકેદાર ડાન્સ કરી રહી છે. આ યુવતીઓના ડાન્સમાં એટલી એનર્જી છે કે જો ફિલ્મની એક્ટ્રેસ રશ્મિકા મંદન્ના (Rashmika Mandanna) તેના સ્ટેપ્સ જુએ તો કદાચ તે પણ તેની ફેન બની જાય.

અહીં વીડિયો જુઓ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પુષ્પા ફિલ્મના ગીત ‘સામી-સામી’ પર બે છોકરીઓ ધમાકેદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેમના પરફોર્મન્સ દરમિયાન બંનેએ ટ્રેડિશનલ સાડીઓ પહેરી છે. બંને છોકરીઓ જે રીતે ગીતના ડાન્સ સ્ટેપ પરફોર્મ કરતી જોવા મળે છે, છોકરીઓએ ડાન્સની સાથે-સાથે અદભૂત એક્સપ્રેશન પણ આપ્યા છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર radhapriyankaandraju_gari_ammayi_ નામના એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો એટલો જબરદસ્ત છે કે તેને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયોની સૌથી ખાસ વાત એ છે કે, બંને યુવતીઓએ મૂળ ડાન્સ કરતાં બિલકુલ અલગ પરફોર્મ કર્યું છે. ભારત અને વિદેશમાં રહેતા અલ્લુ અર્જુનના ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓ તેને પોતાના પરિવાર અને મિત્રો સાથે પણ જોરદાર રીતે શેયર કરી રહ્યાં છે.

આ પણ વાંચો: Funny Video: આળસુ કૂતરાનો ફની વીડિયો થઈ રહ્યો છે વાયરલ, મહિલા તેને આ રીતે લઈ ગઈ બહાર

આ પણ વાંચો: Viral Video: ટીમવર્કથી કેવી રીતે થાય છે કાર્ય, બિલાડી અને કાગડાના આ વીડિયો સાથે શીખો, આનંદ મહિન્દ્રાએ કર્યું શેયર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">