AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Grammy Nominations 2023 : પંડિત રવિશંકરની બંને પુત્રીઓ 2023માં ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ, રિકી કેજના નામનો પણ સમાવેશ

Grammy Nominations 2023 : ગ્રેમી એવોર્ડને લઈને ઘણી ચર્ચા છે. આ વખતે પ્રખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરની બંને પુત્રીઓ આ એવોર્ડ માટે નોમિનેટ છે. આ સિવાય વર્ષ 2022માં ગ્રેમી જીતનારા રિકી કેજને પણ આ વખતે નોમિનેટ કરવામાં આવ્યો છે.

Grammy Nominations 2023 : પંડિત રવિશંકરની બંને પુત્રીઓ 2023માં ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ, રિકી કેજના નામનો પણ સમાવેશ
Grammy Nominations 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 9:16 AM
Share

Grammy Nominations 2023 : ગ્રેમી એવોર્ડ 2023ની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. 2023માં સંગીતનો બાદશાહ કોણ હશે તે હવે થોડાક સમયમાં જ ખબર પડશે. આ એવોર્ડ શોની વિવિધ કેટેગરીમાં વિશ્વભરના સંગીતકારોને નોમિનેટ કરવામાં આવ્યા છે. ગ્રેમીનો આ 65મો સમારોહ છે, જેમાં ઘણા દિગ્ગજ ગાયકો પણ પરફોર્મ કરશે અને ફેન્સનું મનોરંજન કરશે. ભારત સાથે કનેક્શન ધરાવતા કેટલાક કલાકારો પણ છે જેમને આ વખતે એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. તે કલાકારો વિશે જાણો. તમને જણાવી દઈએ કે, આ ત્રણ કલાકારો સ્વતંત્ર રીતે સંગીત બનાવે છે. તેઓ ભલે ભારત સાથે જોડાયેલા હોય પરંતુ વિદેશમાં રહે છે.

આ પણ વાંચો : Grammy Awards 2022 : જસ્ટિન બીબરના લૂકની લોકોએ ઉડાવી ખૂબ જ મજાક

અનુષ્કા શંકર – પંડિત રવિશંકરની નાની પુત્રી અનુષ્કા શંકરને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. તેઓ તેમની કરિયરમાં કુલ 7 વખત ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયા છે. આ વખતે તેને બે અલગ-અલગ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. સંગીતકારને બિટવીન અસ માટે ગ્લોબલ મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં અને ઉધેડો માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં નામાંકિત કરવામાં આવ્યા છે. જો તે આ એવોર્ડ જીતશે તો તે તેની કરિયરનો પ્રથમ ગ્રેમી એવોર્ડ હશે.

નોરાહ જોન્સ – અનુષ્કા શંકરની મોટી બહેન અને ભારતમાંથી સૌથી વધુ ગ્રેમી જીતનારા પંડિત રવિ શંકરની મોટી પુત્રી પણ નોમિનેશનની યાદીમાં સામેલ છે. આઇ ડ્રીમ ઓફ ક્રિસમસ માટે તેને બેસ્ટ ટ્રેડિશનલ પોપ વોકલ આલ્બમ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે બંને સંગીતકારો તેમની સફરનો છેલ્લો તબક્કો પાર કરી શકશે કે નહીં.

રિકી કેજ – રિકી કેજને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેણે પોતાની કરિયર દરમિયાન બે વખત ગ્રેમી એવોર્ડ જીત્યો છે. વર્ષ 2015માં તેમને પ્રથમ વખત આ સન્માન મળ્યું અને તે લોકપ્રિય બન્યો. આ સિવાય વર્ષ 2022માં પણ રિકીને ગ્રેમી મળ્યો હતો. આ વલણને ચાલુ રાખીને વર્ષ 2023માં પણ બેંગલોર સ્થિત સંગીતકારને ડિવાઇન ટાઇડ્સ આલ્બમ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. તેને શ્રેષ્ઠ ઇમર્સિવ ઓડિયો આલ્બમ કેટેગરીમાં નામાંકિત કરવામાં આવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">