Filmy challenge: કોઈ વ્યાપાર નાનો નથી હોતો માર્કેટિંગ જોરમાં હોવું જોઈએ, જુઓ આ વીડિયો અને જણાવો, કોણ લેશે Challenge?
કોણ લેશે ચેલેન્જ? આ સીરિઝમાં રોજ બરોજ નવા વીડિયો અમે આપના સમક્ષ લાવીશું જેમાં કઈક નવું હશે. તમારે આ વીડિયો નીચે આપવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે.

Filmy challenge: Tv9 ગુજરાતી સમાચારો સાથે વાંચકોના મનોરંજન માટે ખાસ સિરીઝ લઇ ને આવે છે. ફરી એક નવી ચેલેન્જ લાવ્યા છીએ જેમાં કેટલાક ફની વીડિયો અમે તમારા સમક્ષ રજૂ કરીશું. જેમાં આપને વીડિયો જોઈને કેટલાક સરળ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. આજે રજૂ કરેલ વીડિયો હિન્દી ફિલ્મના ગીતનો છે. તમારે આ વીડિયો જોઈને પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાનો છે.
આ સીરિઝનું નામ છે ‘કોણ લેશે ચેલેન્જ’ આ ચેલેન્જમાં રોજબરોજ દર્શકો માટે અમે એવા ફની વીડિયો લાવીશું જેમાં કઈક નવું હશે એટ્લે કે તમારા રોજ બરોજના જીવનને લગતી આ વીડિયોમાં કેટલીક વાતો હશે. તો થઈ જાઓ તૈયાર અને નક્કી કરી લો કોણ લેશે ચેલેન્જ ?
આજે જે વીડિયોની આપણે વાત કરવા જઈ રહયા છીએ તે વીડિયો 1957ની એક ફિલ્મ પ્યાસાનો છે. જેમાં એક વ્યક્તિ પોતાના વ્યાપારનું અનોખી રીતે માર્કેટિંગ કરી રહ્યો છે. હાલના સમયમાં લોકોનું માનવું એવું છે કે માર્કેટિંગ કરવું એ ખુબ ખર્ચાળ છે એટલા માટે આ નાના વ્યાપારમાં શક્ય નથી પરંતુ આ વીડિયો જોઈ તમે પણ કહેશો વાહ.. શું ટેલેન્ટ છે. આ એક હિન્દી ગીત છે. જેના શબ્દો – સર જો તેરા ટકરાયે દિલ ડુબા જાયે… આ શબ્દો સાંભળતા પહેલા એવો વિચાર આવે કે આ એક સામાન્ય ગીત છે પરંતુ ધ્યાનથી જો આ શબ્દો પર નજર કરવામાં આવે તો એક વેપારી પોતાના કામનું માર્કેટિંગ કંઈક અલગ અંદાજમાં કરી રહ્યો છે.
તો જુઓ આ વીડિયો
તમે આ ગીત સાંભળ્યા બાદ તમને જરુર એમ થશે કે આ માર્કેટિંગ કરવાની ખરી રીત તો ટેલેન્ટમાં છે. તો હવે આ જ ગીતને લઈ અહી પ્રશ્ન આપવામાં આવ્યા છે. તો કોણ લેશે ચેલેન્જ ?
પ્રશ્ન એ છે કે આ ગીતમાં માર્કેટિંગ કરનાર પાત્રનું નામ શું છે ?
A) સોહરાબ મોદી
B) જોની વોકર
C) ભરત ભુષણ
D) બલરાજ શાહની