હની સિંહના થયા છૂટાછેડા, ચૂકવવા પડ્યા કરોડ રૂપિયા
હની સિંહના છૂટાછેડા થઈ ગયા છે અને 11 વર્ષનો લગ્ન સંબંધ એક સહી કરવાની સાથે સમાપ્ત થયો છે. જેના માટે સિંગરે કરોડો રૂપિયા ચૂકવવા પડ્યા છે. 20 વર્ષનો સંબંધ તેમજ લગ્નને 11 વર્ષ થયા હતા. પત્ની સાથે હની સિંહના છૂટાછેડાની ઘણા વર્ષોથી વાતો ચાલી રહી હતી.

બોલિવૂડમાં અત્યાર સુધી ઘણા સેલિબ્રિટી કપલ્સે છૂટાછેડા લઈને પોતાના સંબંધોનો અંત લાવીને નવું જીવન શરૂ કર્યું છે. હવે બોલિવૂડના પ્રખ્યાત સિંગર અને રેપર હની સિંહના પણ છૂટાછેડા થઈ ગયા છે. હની સિંહ અને તેની પત્ની શાલિની તલવારના છૂટાછેડા થઈ ગયા છે. દિલ્હીની એક કોર્ટે હની સિંહ અને શાલિનીના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. હની સિંહ અને શાલિનીના છૂટાછેડા હાલ ટોક ઓફ ધ ટાઉન છે. તમને જણાવી દઈએ કે હની સિંહ અને શાલિનીના છૂટાછેડાની ઘણા વર્ષોથી ચર્ચા હતી.
શાલિનીએ હની સિંહ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો
પ્રાપ્ત થતી માહિતી અનુસાર પરમજીત સિંહે ફેમિલી કોર્ટમાં હની સિંહ અને શાલિનીના છૂટાછેડાનો આદેશ આપ્યો છે. છેલ્લા બે વર્ષથી હની સિંહ અને શાલિની છૂટાછેડા માટે કોર્ટમાં જઈ રહ્યા છે. આખરે બંનેના સંબંધોનો અંત આવી ગયો છે. શાલિનીએ હની સિંહ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો.
શાલિનીએ તેના સાસરિયાઓ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, “હની સિંહ અને તેના પરિવારજનોએ મને માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરી છે” મળતી માહિતી અનુસાર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હની સિંહે શાલિનીને એક કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ પણ આપ્યો હતો.
હની સિંહ અને શાલિનીના સંબંધો
રિપોર્ટ્સનું માનીએ તો હની સિંહ અને શાલિનીએ લગ્ન પહેલા લગભગ 20 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. જે બાદ બંનેએ 2011માં પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નમાં પરિવારના સભ્યો જ હતા. બંનેએ પોતાના સંબંધોને પણ ખૂબ જ ગુપ્ત રાખ્યા હતા. પરંતુ સમય જતાં તેમના સંબંધોની ચર્ચાએ જોર પકડ્યું. અંતે એક શોમાં હની સિંહે ખુલાસો કર્યો કે તે પરિણીત છે.
સિંગર તેના અંગત જીવનને કારણે ચર્ચામાં
20 વર્ષના સંબંધો બાદ હની સિંહ અને શાલિનીએ તેમના સંબંધો લગ્નમાં પરિણમ્યા પરંતુ તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. લગ્નના લગભગ 11 વર્ષ બાદ હની સિંહ અને શાલિનીએ પતિ-પત્ની તરીકેના સંબંધોનો અંત લાવ્યો છે. હવે બંને કાયમ માટે અલગ થઈ ગયા છે.
બીજા શબ્દોમાં કહીએ તો બોલિવૂડ ફિલ્મ જગતમાં હની સિંહનું બહુ મોટું સ્થાન છે. હની સિંહે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. હની સિંહે હિન્દી સિનેમા જગતને ઘણા હિટ ગીતો આપ્યા છે. સોશિયલ મીડિયા પર પણ હની સિંહના ઘણા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. હવે સિંગર તેના અંગત જીવનને કારણે ચર્ચામાં છે.
