અક્ષય કુમારની OMG 2 જોયા પછી સદગુરુએ શું કહ્યું? અભિનેતાએ જવાબ આપ્યો

અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ ઓહ માય ગોડ 2 સદગુરુને બતાવી છે, જે બાદ સદગુરુની પ્રતિક્રિયા સામે આવી છે. તેની પોસ્ટ પર અક્ષયે પણ જવાબ આપ્યો છે.

અક્ષય કુમારની OMG 2 જોયા પછી સદગુરુએ શું કહ્યું? અભિનેતાએ જવાબ આપ્યો
Sadhguru say after watching Akshay Kumar s OMG 2
| Edited By: | Updated on: Aug 08, 2023 | 9:19 AM

બોલિવૂડના ખેલાડી કહેવાતા અક્ષય કુમાર ટૂંક સમયમાં જ ફિલ્મ OMG 2 એટલે કે Oh My God 2માં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર 3 ઓગસ્ટે રિલીઝ થયું હતું. અને થોડા જ દિવસોમાં આ ફિલ્મ સિનેમાઘરોમાં પ્રદર્શિત થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ ડેટ 11 ઓગસ્ટ છે. તે પહેલા અક્ષયે સદગુરુ માટે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું અને તેમને તેમની ફિલ્મ બતાવી હતી.

આ પણ વાંચો : OMG 2 Trailer : OMG 2 નું ટ્રેલર રિલીઝ, અક્ષય કુમાર શિવ ગણના રૂપમાં પંકજ ત્રિપાઠીની કરશે મદદ

સદગુરુએ ફિલ્મ જોયા બાદ ટ્વિટર પર પોસ્ટ કરીને અનુભવ જણાવ્યો છે. સદગુરુએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ અને અક્ષય બંને મેદાનમાં ડિસ્ક રમતા જોવા મળે છે. વીડિયો પોસ્ટ કરતાં સદગુરુએ અક્ષયને કહ્યું કે, તમારી ઈશા યોગ કેન્દ્રની મુલાકાત અને તમે OMG 2 વિશે જે કહ્યું તે અદ્ભુત હતું.

અક્ષય કુમારે શું કહ્યું?

સદગુરુની આ પોસ્ટ પર અક્ષય કુમારની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેણે જવાબ આપ્યો, “નમસ્કારમ સદગુરુ. ઈશા યોગ કેન્દ્રમાં આવવું મારા માટે સન્માનની વાત હતી. આ મારો અત્યાર સુધીનો શ્રેષ્ઠ અનુભવ હતો. OMG 2 જોવા બદલ અને તમારા સૂચન બદલ આભાર. તમે અમારા કામને પસંદ કરો અને પ્રશંસા કરી તે મારા અને આખી ટીમ માટે મોટી વાત છે.

ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યું

તમને જણાવી દઈએ કે, OMG વર્ષ 2012માં રિલીઝ થઈ હતી. હવે 11 વર્ષ બાદ અક્ષય OMG 2 સાથે આવી રહ્યો છે. ફિલ્મમાં તેની સાથે પંકજ ત્રિપાઠી અને અભિનેત્રી યામી ગૌતમ પણ મહત્વની ભૂમિકામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યું છે. CBFC એ ફિલ્મને A સર્ટિફિકેટ આપ્યું છે. ફિલ્મમાં ઘણા ફેરફારો પણ કરવામાં આવ્યા છે. પહેલા આ ફિલ્મમાં અક્ષય ભગવાન શંકરના રોલમાં જોવા મળવાનો હતો, પરંતુ રિપોર્ટ્સનું માનીએ તો સેન્સર બોર્ડના સૂચન બાદ અક્ષય ભગવાનના મેસેન્જરની ભૂમિકામાં જોવા મળશે. જોવાનું એ રહેશે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી સારી કમાણી કરે છે, કારણ કે આ ફિલ્મની ટક્કર સની દેઓલની ગદર સાથે થવાની છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો