Akshay Kumarની દરિયાદિલી, હાર્ટ પેશન્ટ છોકરીની સારવાર માટે આપ્યા 15 લાખ રૂપિયા

|

Jan 10, 2023 | 2:19 PM

Bollywood Actor Akshay Kumarએ માનવતાનું જીવંત ઉદાહરણ પુરૂં પાડ્યું છે. તેણે દિલ્હીની એક હાર્ટ પેશન્ટ છોકરીની સારવાર માટે 15 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે.

Akshay Kumarની દરિયાદિલી, હાર્ટ પેશન્ટ છોકરીની સારવાર માટે આપ્યા 15 લાખ રૂપિયા
Bollywood Actor Akshay Kumar

Follow us on

બોલિવૂડ સુપરસ્ટાર Akshay Kumar એક અભિનેતા હોવા ઉપરાંત એક અદ્ભુત માણસ પણ છે. અક્ષય કુમાર જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવ્યા હોવાનું અનેક પ્રસંગોએ જોવા મળ્યું છે. આવી સ્થિતિમાં ફરી એકવાર અક્ષયે ઉદારતાનો દાખલો બેસાડ્યો છે. અહેવાલ છે કે તેણે દિલ્હીની 25 વર્ષની છોકરીની સારવાર માટે 15 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. રિપોર્ટ મુજબ આ છોકરી હાર્ટ પેશન્ટ છે અને અક્ષય કુમારે તેની સારવારમાં મદદ માટે હાથ લંબાવ્યો છે.

આયુષીના દાદાએ કહી આ વાત

આ પહેલીવાર નથી જ્યારે અક્ષય કુમારે કોઈ માટે આટલી ઉદારતા દર્શાવી હોય. આ પહેલા પણ અક્ષય કુમાર આવું કામ કરી ચુક્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર અક્ષય કુમારે જે આયુષી શર્મા નામની છોકરીને સારવાર માટે 15 લાખનું દાન આપ્યું છે તેના દાદાએ વાતની જાણકારી આપી છે. વાસ્તવમાં આયુષીના દાદા યોગેન્દ્ર અરુણે કહ્યું છે કે- અમે અક્ષયની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજના ડિરેક્ટર ડૉ. ચંદ્રપ્રકાશને આ બાબતની જાણ કરી હતી.

આ પછી વાતને જાણીને અક્ષયે આયુષી માટે 15 લાખનું દાન કર્યું છે. યોગેન્દ્ર અરુણે કહ્યું- હું અક્ષય પાસેથી એક શરતે પૈસા લઈશ કે મને આ મોટા દિલના અભિનેતાનો આભાર વ્યક્ત કરવાની તક મળે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

આયુષી હાર્ટ પેશન્ટ છે

દિલ્હીમાં રહેતી આયુષી શર્મા 25 વર્ષની છે અને તેની સારવાર ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલમાં છે. આયુષીના દાદાએ વાતચીતમાં આગળ જણાવ્યું કે, તે 82 વર્ષના એક રિટાયર્ડ પ્રિસિંપલ છે અને આયુષીના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે ડોક્ટરોએ ઓછામાં ઓછા 50 લાખનો ખર્ચ થશે એવું રહ્યું હતું. આવી સ્થિતિમાં એક્ટરે 15 લાખ ઉપરાંત જરૂર પડ્યે વધુ પૈસા આપવાનું પ્રોમિસ કર્યું છે.

અક્ષયના આ સપોર્ટથી આયુષીના પરિવારને નવી આશા મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે, અક્ષય કુમાર હાલમાં સામાજિક, સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં ઘણું કામ કરી રહ્યો છે. જો કે તે આ બધા વિશે બડાઈ મારવા માંગતો નથી.

Next Article