Breaking News : બોલિવૂડના ‘He-Man’ ની તબિયત લથડી ! શું ખરેખરમાં કોઈ ગંભીર બીમારી થઈ છે ? ફેન્સમાં ચિંતાનું મોજું
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત લથડી હોવાના સમાચાર બહાર આવ્યા છે. તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે, તેવી વાત મળતા તેમના ચાહકો ચિંતામાં મુકાઈ ગયા છે.

ભારતીય સિનેમાના પીઢ અભિનેતા ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચારથી ચાહકોના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટસ અનુસાર, “તેઓ 90 વર્ષના થઈ રહ્યા છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા છે, તેથી તેમને કેટલાક હેલ્થને લગતા ટેસ્ટ માટે દાખલ કરવામાં આવ્યા છે.
ભારતીય સિનેમામાં એક મોટું નામ
બોલિવૂડના “હી-મેન”ની વાત કરીએ તો, તેમણે 328 થી વધુ ફિલ્મો બનાવી છે. ફૂલ ઔર પથ્થર અને ચુપકે ચુપકે જેવી રોમેન્ટિક ફિલ્મોથી લઈને શોલે અને ધરમ-વીર જેવી એક્શનથી ભરપૂર હિટ ફિલ્મો સુધી, ધર્મેન્દ્ર ભારતીય સિનેમામાં એક મોટું નામ છે.
ડિસેમ્બરમાં મોટા પરદે આવશે ‘ધર્મેન્દ્ર’
ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર વારંવાર મેસેજ, જૂની યાદો અને ફિલ્મ અપડેટ્સ અંગેની માહિતી શેર કરે છે. થોડા દિવસો પહેલા જ ધર્મેન્દ્રએ શ્રીરામ રાઘવન દ્વારા દિગ્દર્શિત તેમની આગામી ફિલ્મ ઇક્કિસનું ટ્રેલર પોસ્ટ કર્યું હતું, જે આ ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાહકો તેમને શુભેચ્છાઓ મોકલી રહ્યા છે અને તેઓ સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, જેમ જેમ ધર્મેન્દ્ર તેમના 90મા જન્મદિવસની નજીક આવી રહ્યા છે, તેમ તેમ તેમનો પરિવાર અને મેડિકલ ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.
