AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રીદેવીની ઇંગ્લિશ-વિંગ્લિશ ચીનમાં થશે રિલીઝ, પાંચમી પુણ્યતિથિએ ફેન્સને મળી ભેટ

બોલિવૂડની પ્રખ્યાત દિવંગત અભિનેત્રી શ્રીદેવીની ફિલ્મ ઈંગ્લિશ વિંગ્લિશ તેની બોલિવૂડની 'કમબેક' ફિલ્મ રહી છે. આ ફિલ્મ વિદેશમાં રિલીઝ થવા જઈ રહી છે.

શ્રીદેવીની ઇંગ્લિશ-વિંગ્લિશ ચીનમાં થશે રિલીઝ, પાંચમી પુણ્યતિથિએ ફેન્સને મળી ભેટ
sridevi sumeet vyas
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 9:21 AM
Share

શ્રીદેવીની ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ દિવંગત અભિનેત્રીની સૌથી પ્રિય ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. ગૌરી શિંદે દ્વારા નિર્દેશિત આ ફિલ્મ લગભગ 11 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2012માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મમાં આદિલ હુસૈન, સુજાતા કુમાર અને પ્રિયા આનંદે પણ શાનદાર અભિનય કર્યો હતો. શ્રીદેવીની ફિલ્મ 2012 ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના વર્લ્ડ પ્રીમિયર માટે પસંદ કરવામાં આવી હતી. દર્શકો અભિનેત્રી શ્રીદેવી અને તેના અભિનયના વખાણ કરતાં થાક્યા નથી. હવે પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી શ્રીદેવીની પાંચમી પુણ્યતિથિ પર ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ 24 ફેબ્રુઆરીએ ચીનમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો : Shri Deviની નાની પુત્રી Khushi Kapoorએ શેર કર્યો તેના બેડરૂમનો ફોટો, બહેને તરત કરી આ કમેંટ

સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવી 15 વર્ષ પછી ગૌરી શિંદેની દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ ઈંગ્લિશ વિંગ્લિશ સાથે મોટા પડદા પર પરત ફરી. આ ફિલ્મ ગૌરીની પોતાની માતાથી પ્રેરિત હતી. જેઓ વ્યવસાય ચલાવતી હતી પરંતુ ઈચ્છતી હતી કે તે અંગ્રેજી શીખી શકે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ ખાસ ભૂમિકામાં છે.

જાણો શ્રીદેવીના પતિ બોની કપૂરનું શું કહેવું છે

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં વાત કરતા શ્રીદેવીના પતિ બોની કપૂરે કહ્યું, “ચીનમાં રીલિઝ થનારી શ્રીદેવીની આ બીજી ફિલ્મ હશે, પરંતુ કમનસીબે તેની બંને ફિલ્મો તેના મૃત્યુ બાદ રિલીઝ થઈ હતી. મોમ તેની પ્રથમ ફિલ્મ હતી અને આ ફિલ્મે ચીનમાં ખૂબ સારો બિઝનેસ કર્યો હતો. લોકોએ પણ આ ફિલ્મને ઘણો પ્રેમ આપ્યો. મને પૂરી આશા છે કે ઈંગ્લિશ વિંગ્લિશ પણ તેનો જાદુ ફેલાવવામાં સફળ રહેશે.”

મૃત્યુ પછી બંને પુત્રીઓએ શરૂ કર્યો અભિનય

શ્રીદેવીની ‘મૉમ’એ ચીનમાં સૌના દિલ જીતી લીધા હતા. તે ચીનમાં 8મી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ છે. તમને જણાવી દઈએ કે, શ્રીદેવીનું મૃત્યુ તેની પુત્રી જાહ્નવી કપૂરની ડેબ્યુ ફિલ્મ ધડકની રિલીઝ પહેલાં જ થયું હતું. આ દરમિયાન તેમની સૌથી નાની પુત્રી ખુશી કપૂર પણ આ વર્ષે ફિલ્મોની દુનિયામાં પદાર્પણ કરી રહી છે. તે ઝોયા અખ્તરની ‘ધ આર્ચીઝ’માં સુહાના ખાન અને અગસ્ત્ય નંદા સાથે જોવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">