AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શહેનાઝ ગિલે ફોટો સેશન રોકીને ફેન માટે કર્યું આ કામ, લોકોએ કહ્યું- ફ્લાવર મત સમજના, ફાયર હૈ, જુઓ Video

બિગ બોસ 13ની સૌથી પોપ્યુલર સ્પર્ધક શહેનાઝ ગિલ (Shehnaaz Gill) ટૂંક સમયમાં સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળશે. હાલમાં જ શહેનાઝ ગિલે તેના ફોટો સેશન દરમિયાન એક ફેન સાથે કંઈક એવું કર્યું, જેને જોઈને ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે.

શહેનાઝ ગિલે ફોટો સેશન રોકીને ફેન માટે કર્યું આ કામ, લોકોએ કહ્યું- ફ્લાવર મત સમજના, ફાયર હૈ, જુઓ Video
Shehnaaz Gill
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 6:24 PM
Share

‘પંજાબ કી કેટરિના’થી લઈને ‘હિન્દુસ્તાનની ફેવરિટ શહેનાઝ ગિલ‘ બનવા સુધીની સફર કરનાર બિગ બોસ 13ની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ શહેનાઝ ગિલ ટૂંક સમયમાં મોટા પડદા પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી બોલિવુડમાં ડેબ્યૂ કરશે.

શહેનાઝ ગિલ માટે ફેન્સમાં ક્રેઝ બિગ બોસ સીઝન 13માં જ ઘણો જોવા મળ્યો છે. જ્યારે પણ એક્ટ્રેસ કોઈ પણ પોસ્ટ શેયર કરે છે, તે ટૂંક સમયમાં જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. હાલમાં જ શહનાઝ ગિલનો એક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ ફેન્સ એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે.

શહનાઝ ગિલે ફેન્સ માટે છોડી દીધું પોતાનું ફોટો સેશન

શહેનાઝ ગિલ હંમેશા ફેન્સની ફેવરિટ રહી છે. સમય-સમય પર એક્ટ્રેસે પોતે પણ સાબિત કર્યું છે કે તેના ફેન્સ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આવું જ કંઈક ફરી એકવાર જોવા મળ્યું. હાલમાં જ્યારે એક્ટ્રેસ દેશી વાઈબ્સ વિથ શહેનાઝ ગિલના સેટ પર તેનું ફોટોશૂટ કરાવી રહી હતી, ત્યારે અચાનક તેની એક મહિલા ફેન તેની પાસે સેલ્ફી લેવા ત્યાં પહોંચી ગઈ.

અહીં જુઓ વાયરલ વીડિયો

શહેનાઝ ગિલે ફેનને જોઈને તરત જ ફોટોગ્રાફરને રોક્યો અને કહ્યું કે તે પહેલા તેના ફેન્સ સાથે ફોટો ક્લિક કરાવશે. શહેનાઝ તેના ફેન્સ પાસે ગઈ અને તસવીર ક્લિક કરાવી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.

શહેનાઝ ગિલ બની નેશનલ ક્રશ

શહેનાઝ ગિલના તેના ફેન્સ સાથેના આ વર્તને સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘યે ફ્લાવર નહીં, પૂરી ફાયર હૈ’. આ સિવાય યુઝરે લખ્યું, ‘તે હવે નેશનલ ક્રશ બની ગયું છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘અમારી પંજાબી કુડી ખૂબ જ સુંદર લાગી રહી છે’.

ફેન્સ માત્ર તેના ડાઉન ટુ અર્થ નેચર માટે જ નહીં પરંતુ તેના વજન ઘટાડવા અને પરફેક્ટ ફિગર માટે પણ તેના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું, ‘એક તો હોટ વેધર, ઉપર સે યે હોટ શહેનાઝ ગિલ’. અન્ય એક યુઝરે લખ્યું, ‘એક હી દિલ હૈ મેરા, કિતની બાર જીતોગી આપ’. અન્ય એક યુઝરે લખ્યું, ‘કેટલો શાનદાર લુક છે’.

આ પણ વાંચો : સલમાન ખાને કપિલ શર્મા સાથે ગાયું ગીત, શહેનાઝ ગિલે જીને કે હૈ ચાર દિન પર કર્યો ડાન્સ, જુઓ Viral Video

ઈદના ખાસ અવસર પર રિલીઝ થશે સલમાનની આ ફિલ્મ

સલમાન ખાન-પૂજા હેગડે અને શહેનાઝ ગિલ સ્ટારર ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 21 એપ્રિલે ઈદના અવસર પર રિલીઝ થશે. ફરહાદ સામજીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં આ ત્રણ સિવાય જસ્સી ગિલ, રાઘવ જુયાલ, સાઉથ સુપરસ્ટાર વેંકટેશ, સિદ્ધાર્થ નિગમ અને જગપતિ બાબુ જેવા સ્ટાર્સ લીડ રોલમાં જોવા મળશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">