AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફોટો સાથે છેડછાડ, આખી સ્કૂલમાં ફેલાઈ ગઈ તસવીર, જાહ્નવી કપૂરે કર્યો શોકિંગ ખુલાસો

જાહ્નવી કપૂરે (Janhvi Kapoor) 2018માં ફિલ્મ ધડકથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી જાહ્નવી કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હાલના એક ઈન્ટરવ્યુમાં જાહ્નવીએ કહ્યું કે જ્યારે જાહ્નવી સ્કૂલમાં હતી ત્યારે તેના ફોટોમાં ફેરફાર કરીને તેને અશ્લીલ બનાવવામાં આવ્યો હતો. આ સમાચાર સમગ્ર સ્કૂલમાં ફેલાઈ ગયા હતા. આ પછી તેને ઘણી મુશ્કેલી સામનો કરવો પડ્યો. શું છે આ સમગ્ર કોન્ટ્રોવર્સી?.

ફોટો સાથે છેડછાડ, આખી સ્કૂલમાં ફેલાઈ ગઈ તસવીર, જાહ્નવી કપૂરે કર્યો શોકિંગ ખુલાસો
Janhvi KapoorImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2023 | 8:15 PM
Share

જાહ્નવી કપૂર (Janhvi Kapoor) સેલિબ્રિટી ફેમિલીમાંથી છે. આ કારણે તે બાળપણથી જ લોકોની નજરમાં રહી હતી. શાળાના દિવસોમાં પણ તેમનું બાળપણ સામાન્ય બાળક જેવું ન હતું. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા તેને કહ્યું કે તે નાની હતી ત્યારે પણ કેમેરા તેના જીવનનો એક ભાગ હતો. ધડકથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનાર જાહ્નવી કપૂરે કેટલીક એવી વાતો જણાવી છે જે તમને હેરાન કરી શકે છે.

હાલના એક ઈન્ટરવ્યુમાં જાહ્નવી કપૂરે AI અને ફોટો મોર્ફિંગ પર એક મોટું નિવેદન આપ્યું છે. ઈન્ટરવ્યુમાં જાહ્નવી કપૂરે ખુલાસો કર્યો હતો કે જ્યારે તે સ્કૂલમાં હતી ત્યારે કોઈએ તેના ફોટો સાથે છેડછાડ કરી હતી. આ સમાચાર સમગ્ર સ્કૂલમાં ફેલાઈ ગયા હતા. આ પછી તેને ઘણી મુશ્કેલી સામનો કરવો પડ્યો.

ત્યારબાદ જાહ્નવી કપૂર કહે છે કે તે તસવીરો સાથે છેડછાડ કરીને તેના ફોટોને અશ્લીલ બનાવવામાં આવી હતી. આ પછી તે ફોટા આખી શાળામાં ફેલાઈ ગયા. જાહ્નવી કપૂર આગળ કહે છે કે આ બધું થયા પછી જાહ્નવી કપૂરના મિત્રોનું તેના પ્રત્યેનું વર્તન બિલકુલ બદલાઈ ગયું. બધાએ તેની સામે વિચિત્ર રીતે જોતા હતા.

AI ટેક્નોલોજી પર વ્યક્ત કરી ચિંતા

પોતાની સ્કૂલની આ સ્ટોરી શેર કરતી વખતે જાહ્નવી કપૂરે AI ટેક્નોલોજી પર ચિંતા વ્યક્ત કરી હતી. કહ્યું કે આજકાલ ટેક્નોલોજી અને AIનો જમાનો છે. આ સમયે કોઈપણનો ફોટો મોર્ફ કરી શકાય છે. આ બાબત તેને ઘણી હેરાન કરે છે. જાહ્નવી કપૂરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો હાલમાં જ OTT પર રિલીઝ થયેલી ‘બવાલ’માં વરુણ ધવન સાથે જોવા મળી હતી. ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારી હતા.

આ પણ વાંચો: Kalaastar Song: સોનાક્ષી અને હની સિંહની જોડી 9 વર્ષ બાદ પરત ફરી, ટીઝરે મચાવી ધૂમ, જાણો ક્યારે રિલીઝ થશે ગીત

ફોટો કોન્ટેસ્ટ પર અનિલ કપૂર

આજે AIનો જમાનો છે. આપણે બધા અમુક અંશે આપણી પ્રાઈવસીને લઈને સર્તક રહીએ છીએ. ફોટોગ્રાફ્સના ઉપયોગને લઈને પણ વિવાદો ચાલુ છે. હાલમાં જ અનિલ કપૂરે પણ નિવેદન જાહેર કર્યું હતું કે તેમનો ફોટો વગર કોન્ટેસ્ટ વિના ઉપયોગ કરી શકાશે નહીં.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">