AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup ના ફાઈનલમાં દીપિકા પાદુકોણ હાજર રહેશે, તેને મળી મોટી જવાબદારી

દીપિકા પાદુકોણ (Deepika Padukone) ફિફા વર્લ્ડ કપના ફાઈનલના દિવસે સ્ટેડિયમમાં ટ્રોફીનું અનાવરણ કરશે. આ માટે તે ટૂંક સમયમાં કતાર જવા રવાના થશે. આ જાણકારી મળ્યા બાદ ફેન્સમાં ગજબનું એક્સાઈટમેન્ટ જોવા મળી રહ્યું છે.

FIFA World Cup ના ફાઈનલમાં દીપિકા પાદુકોણ હાજર રહેશે, તેને મળી મોટી જવાબદારી
Deepika PadukoneImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2022 | 5:25 PM
Share

દીપિકા પાદુકોણ ઈન્ડસ્ટ્રીની એવી એક્ટ્રેસમાંથી એક છે જેને કોઈ ઓળખાણની જરૂર નથી. તે હંમેશા કોઈને કોઈ કારણોસર લાઈમ લાઈટમાં રહે છે. તેની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે, તેને તેના ફેન્સ તરફથી ઘણો પ્રેમ અને સમર્થન પણ મળે છે, જેના કારણે તેની પોપ્યુલારિટી દિવસેને દિવસે વધી રહી છે. આ સાથે હવે તે પોતાના કરિયરમાં ઐતિહાસિક સીડી ચડવાની તૈયારી કરી રહી છે. એક ગ્લોબલ આઈકોન હોવાને કારણે તેને ફિફા વર્લ્ડ કપના ફાઈનલમાં ટ્રોફીનું અનાવરણ કરવાની તક મળી રહી છે.

View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone)

દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં કતાર જવા રવાના થવા જઈ રહી છે. તેને ફિફા વર્લ્ડ કપ 2022 ની ટ્રોફીને અનાવરણ કરવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ આ સમાચાર વિશે હજુ સુધી કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી. પરંતુ રિપોર્ટ મુજબ 18 ડિસેમ્બર 2022ના રોજ દીપિકાને ફિફા કપ બતાવવાની તક મળી રહી છે.

ફિલ્મ ‘ફાઈટર’ના શૂટિંગમાં વ્યસ્ત છે દીપિકા

હાલમાં દીપિકા તેના તમામ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. દીપિકા તેની અપકમિંગ ફિલ્મ ‘ફાઈટર’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે ઋતિક રોશન પણ જોવા મળશે. દીપિકા અને ઋતિકની શાનદાર જોડીને જોવા માટે ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે. પહેલીવાર દીપિકા અને ઋતિક એકસાથે સ્ક્રીન શેયર કરતા જોવા મળશે. ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મને લઈને ફેન્સને ઘણી આશાઓ છે. ફિલ્મમાં અનિલ કપૂર પણ છે જે લીડ રોલમાં જોવા મળશે.

આ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે દીપિકા પાદુકોણ

આ સિવાય એક્ટ્રેસ પાસે ઘણી ફિલ્મો પાઇપલાઈનમાં છે. તમને જણાવી દઈએ કે દીપિકા શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ સાથે ફિલ્મ પઠાનમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે થિયેટરોમાં રિલીઝ થશે. એક્ટ્રેસ પ્રભાસ અને દિશા પટની સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહી છે. આ સિવાય તે અમિતાભ બચ્ચન સાથેની ઈન્ટર્નની રિમેકમાં પણ ધમાકેદાર અંદાજમાં જોવા મળશે. દીપિકા પાદુકોણ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’માં કેમિયો કરતી જોવા મળશે. આ સિવાય તે સર્કસ ફિલ્મમાં પણ કેમિયો કરતી જોવા મળશે.

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
g clip-path="url(#clip0_868_265)">