AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood Birthday: ચાલુ વરસાદમાં સોનુ સૂદે ફેન્સ સાથે ઉજવ્યો જન્મદિવસ, એક્ટર પર વરસ્યા ફૂલો, જુઓ Video

Sonu Sood Birthday: આજે હિન્દી સિનેમાના જાણીતા એક્ટર સોનુ સૂદ (Sonu Sood) 50 વર્ષના થયા. એક્ટરે તેના ફેન્સ સાથે આ ખાસ પળની ઉજવણી કરી. તે ભારે વરસાદમાં મુંબઈમાં તેના ફેન્સ સાથે તેનો જન્મદિવસ ઉજવતો જોવા મળ્યો હતો, ત્યારબાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Sonu Sood Birthday: ચાલુ વરસાદમાં સોનુ સૂદે ફેન્સ સાથે ઉજવ્યો જન્મદિવસ, એક્ટર પર વરસ્યા ફૂલો, જુઓ Video
Sonu SoodImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 8:01 PM
Share

Sonu Sood Birthday: એક્ટર સોનુ સૂદની (Sonu Sood) હિન્દી સિનેમામાં તેની શાનદાર એક્ટિંગ માટે જ નહીં પરંતુ તેના ઉમદા કાર્ય માટે પણ પ્રશંસા કરવામાં આવે છે. વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન સોનુ સૂદે જે રીતે મુશ્કેલીમાં ફસાયેલા લોકોની મદદ કરી, ત્યારથી તે ફેન્સનો મસીહા બની ગયો છે. આજે એટલે કે 30 જુલાઈ, 2023ના રોજ સોનુ સૂદનો જન્મદિવસ છે અને આ ખાસ દિવસ પર ફેન્સે તેના પર ફૂલોનો વરસાદ કર્યો.

વરસાદમાં સોનુ સૂદે ફેન્સ સાથે જન્મદિવસની કરી ઉજવણી

સોનુ સૂદે મુંબઈમાં તેનો જન્મદિવસ તેના ફેન્સ અને પાપારાઝી સાથે ઉજવ્યો. તેને કેક પણ કાપી હતી. એક્ટરનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. સોનુ તેની ઓપન રુફવાળી કારમાં ઉભા રહીને તેના ફેન્સ સાથે જન્મદિવસની ઉજવણી કરતા જોઈ શકાય છે. સોનુ સૂદે ભારે વરસાદમાં રાહ જોઈ રહેલા ફેન્સનું પ્રેમથી સ્વાગત કર્યું અને પછી કેક કાપી. આ દરમિયાન ઢોલ અને નગારાં પણ વગાડવામાં આવ્યા હતા.

(VC: Viral Bhayani Instagram)

એટલું જ નહીં ફેન્સે બર્થડે બોય સોનુ સૂદ પર ફૂલ પણ વરસાવ્યા. ત્યારબાદ સોનુ પોતાની કારમાંથી નીચે ઉતર્યો અને તેને ભીડે ઘેરી લીધો અને તે બધા સાથે સેલ્ફી લેતો જોવા મળ્યો. લોકોએ તેને ભેટ પણ આપી. આ ક્યૂટ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને ‘રિયલ હીરો’ કહીને પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.

લોકો સોનુ સૂદને કહે છે ‘અસલી હીરો’

એક યુઝરે લખ્યું છે કે ‘રિયલ હીરો.’ અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘તે ફિલ્મોમાં ખરાબ વિલનનો રોલ કરે છે, પરંતુ રિયલમાં તેને લોકોની મદદ કરી છે.’ એક યુઝરે તેને ‘લિજેન્ડ’ કહ્યો. અન્ય અક યુઝરે કોમેન્ટ કરતાં કહ્યું કે ‘આ જ અસલી હીરો છે. ગરીબોના મસીહા. ઘણા લોકોએ સોનુને બર્થડે વિશ પણ કર્યું છે.

આ પણ વાંચો : દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહની ફિલ્મનું અલગ અંદાજમાં કર્યું પ્રમોશન, Video થયો વાયરલ

સોનુ સૂદને ઈન્ડસ્ટ્રીમાં પહેલો બ્રેક તમિલ ફિલ્મ કલ્લાઝાગરથી મળ્યો હતો. આ પછી તે સાઉથની ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો. વર્ષ 2002માં તેણે ‘શહીદ-એ-આઝમ’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેમનો ભગત સિંહનો રોલ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. તેને અત્યાર સુધીમાં ‘દબંગ’, ‘રમૈયા વસ્તાવૈયા’, ‘આર… રાજકુમાર’ અને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ જેવી ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જાદુ ચલાવ્યો છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">