સોશિયલ મીડિયા પર છવાયો મીરા રાજપૂતની હમશક્લનો લુક, શાહિદને ટેગ કરી કહી આ વાત, Video થયો વાયરલ
શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત (Mira Rajput) પર્સાનાલિટીમાં સેલિબ્રિટીને ટક્કર આપે છે. તે કોઈને કોઈ કારણોસર લાઈમલાઈટમાં રહે છે. હાલમાં ફરી એકવાર આ સ્ટારની પત્ની ચર્ચામાં છે. આ વખતે મીરા તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ભલે ફિલ્મોની દુનિયા સાથે જોડાયેલી ન હોય, પરંતુ તે સેલિબ્રિટીને ટક્કર આપે છે. મીરા રાજપૂત પોતાની ફેશન સેન્સથી મોટી એક્ટ્રેસને માત આપે છે. આ સ્ટારની પત્ની ફરી એકવાર ચર્ચામાં છે. પરંતુ આ વખતે મીરા તેની ફેશન સેન્સ કે કોઈ ઈવેન્ટના કારણે સમાચારમાં નથી, પરંતુ આ વખતે તે તેના લુકને કારણે લાઈમલાઈટમાં છે.
જાણો કોણ છે શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત જેવી દેખાતી આ છોકરી
સોશિયલ મીડિયા પર આ પહેલા પણ ઘણા સેલેબ્સના લુકલાઈક્સ ટ્રેન્ડ કરી ચૂક્યા છે. હવે આ લિસ્ટમાં મીરા રાજપૂતનું નામ પણ જોડાઈ ગયું છે. હાલમાં જ સોશિયલ મીડિયા યુઝર્સે મીરા રાજપૂતનો લુક લાઈક શોધી કાઢી છે. બિલકુલ શાહિદ કપૂરની પત્ની જેવી દેખાતી આ છોકરીનું નામ મહેક અરોરા છે.
View this post on Instagram
મહેકે શાહિદને ટેગ કરીને કહી આ વાત
મહેક અરોરા સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર શોર્ટ વીડિયો શેયર કરતી રહે છે. મહેકની સોશિયલ મીડિયા પર પણ ઘણી ફેન ફોલોઈંગ છે. હાલમાં જ તેણે મીરા રાજપૂત જેવી લાગે છે. તેને લઈને એક વીડિયો પણ શેયર કર્યો છે. આ વીડિયોમાં મહેકે શાહિદ કપૂરને પણ ટેગ કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, “શાહિદ યે સબ ક્યા બોલ રહે હૈ દેખો ના.”
અહીં જુઓ વાયરલ વીડિયો
View this post on Instagram
આ પણ વાંચો : સલમાન ખાનને કોણે આપી લુંગી બાંધવાની ટ્રેનિંગ? ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના સેટ પરનો BTS Video થયો વાયરલ
2015માં થયા હતા લગ્ન
શાહિદ કપૂર અને મીરા રાજપૂત બોલિવુડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. આ કપલે એરેન્જ મેરેજ કર્યા હતા. બંને 2015માં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ કપલને બે સુંદર બાળકો પણ છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…