Tiger 3: ઈદ પર ફિલ્મ ટાઈગર 3નો સલમાન ખાનનો વીડિયો થયો લીક, બ્લેક પઠાણીમાં જોવા મળ્યો એક્ટર, જુઓ Viral Video
ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની ચર્ચા વચ્ચે ટાઈગર 3નો એક વીડિયો લીક થયો છે. વીડિયોમાં સલમાન ખાન (Salman Khan) સ્મોકિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એક તરફ જ્યાં સલમાન ખાન હાલમાં ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને લઈને ચર્ચામાં છે, તો બીજી તરફ તેના અપકમિંગ પ્રોજેક્ટ્સને લઈને ફેન્સમાં ઉત્સાહ છે. આ દરમિયાન ઈદના ખાસ અવસર પર ટાઈગર 3 નો એક વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો છે. આ વીડિયોમાં સલમાન ખાન સ્મોકિંગ કરતો જોવા મળી રહ્યો છે.
સલમાન ખાનનો વીડિયો થયો લીક
સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને દર્શકો અને ક્રિટિક્સ તરફથી મિક્સ રિસપોન્સ મળી રહ્યો છે, જ્યારે બોક્સ ઓફિસ પર પણ ફિલ્મ કંઈ ખાસ કમાલ કરી શકી નથી. જો કે તેની અપકમિંગ ફિલ્મ ટાઈગર 3 માટે દરેક લોકો ઉત્સાહિત છે. સલમાન ખાનનો ફિલ્મ ટાઈગર 3નો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બ્લેક પઠાણી પહેરીને સ્મોકિંગ કરતો જોવા મળે છે. મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મનો એક વીડિયો છે.
અહીં જુઓ વાયરલ વીડિયો
#SalmanKhan In Black Pathani With Ciggrate On The Sets Of #Tiger3 , Eid Mubarak🌛 pic.twitter.com/aw58zJ8B2I
— Radhe (@BadassSalmaniac) April 22, 2023
ફિલ્મમાં શાહરૂખ ખાનનો કેમિયો
તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરિના કૈફ ફરી એકવાર ઝોયાના રોલમાં જોવા મળશે. ઈમરાન હાશમી આ ફિલ્મમાં વિલન તરીકે જોવા મળશે. આ ફિલ્મ દિવાળીના ખાસ અવસર પર રિલીઝ થશે અને આ ફિલ્મ ખાસ બનાવવા માટે આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો કેમિયો હશે. જેમ સલમાને પઠાણમાં ટાઈગર તરીકે કેમિયો કર્યો હતો, તેવી જ રીતે શાહરૂખ પણ ટાઇગર 3માં પઠાણ તરીકે જોવા મળશે.
કિસી કી ભાઈ કિસી કી જાનનું કલેક્શન
ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં સલમાન ખાન સાથે શહેનાઝ ગિલ, પલક તિવારી, રાઘવ જુયાલ, વેંકટેશ દગ્ગુબાતી, સિદ્ધાર્થ નિગમ, પૂજા હેગડે, માલવિકા શર્મા, જગપતિ બાબુ અને અન્ય ઘણા કલાકારો લીડ રોલમાં છે. 21 એપ્રિલે રિલીઝ થયેલી આ ફિલ્મે રિપોર્ટ મુજબ પહેલા દિવસે 15.81 કરોડનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસે ફિલ્મનું કલેક્શન 25 કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…