2 માર્ચની રાત્રે 2 વાગ્યે શું થયું હતું? સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યા 20 પાપારાઝી? એક્ટરે જણાવ્યું કારણ
કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સૈફ અલી ખાન (Saif Ali Khan) તેના ગાર્ડ્સને નોકરીમાંથી નિકાળી રહ્યો છે. આ સાથે જ તે પાપારાઝી સામે કાયદાકીય કાર્યવાહી કરવા જઈ રહ્યો છે. હવે એક્ટરે આ બાબતો પર પોતાનો ખુલાસો કર્યો છે.

છોટે નવાબના નામથી ફેમસ બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન હાલમાં પોતાની એક કોમેન્ટને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે પાપારાઝીને કહેતો જોવા મળ્યો હતો કે બેડરૂમમાં આવી જાવો. કેટલાક રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે 2 માર્ચની રાત્રે 2 વાગ્યે, 20 પાપારાઝી તેમની પ્રાઈવેટ પ્રોપર્ટીમાં ઘૂસી ગયી હતા.
આ પછી એવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે સૈફ અલી ખાન તેની પ્રાઈવેટ પ્રોપર્ટીમાં ઘૂસ્યા પછી તેની પ્રાઈવસીને ખલેલ પહોંચાડવા બદલ પેપ્સ વિરુદ્ધ લીગલ એક્શન લઈ રહ્યો છે. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે પોતાના ગાર્ડ્સને પણ નોકરીમાંથી કાઢી મૂકશે. હવે સૈફ અલી ખાને આ તમામ બાબતો પર મૌન તોડ્યું છે. આ સાથે તેને આ વાત સાચી કહી કે 20 લોકો પ્રાઈવેટ પ્રોપર્ટીમાં ઘુસ્યા હતા.
લીગલ એક્શન લઈ રહ્યો છે સૈફ?
આ બાબતો પર પોતાની સ્પષ્ટતા આપતા સૈફ અલી ખાને કહ્યું, “સિક્યોરિટી ગાર્ડ્સને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા નથી. આ તેમની ભૂલ નથી અને પાપારાઝી સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી નથી કારણ કે અમે આવા કામ કરવા માંગતા નથી. પરંતુ તેઓએ તેમ કર્યું હતું. ગેટમાંથી અમારી પ્રાઈવેટ પ્રોપર્ટીમાં સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં ઘૂસ્યા અને 20 કેમેરા અને લાઈટો લગાવી દીધી કારણ કે તેમનો અધિકાર છે. આવું કરવું બિલકુલ ખોટું છે. દરેક વ્યક્તિએ લીમિટમાં રહેવાની જરૂર છે.
View this post on Instagram
બેડરૂમની કોમેન્ટ પર કહી આ વાત
તેના બેડરૂમ વિશેની કોમેન્ટને લઈને સૈફ અલી ખાને કહ્યું, “અમે હંમેશા પાપારાઝીને સપોર્ટ કરીએ છીએ. અમે સમજીએ છીએ પણ ઘરની બહાર, ગેટની બહાર, નહીં તો એક લાઈન દોરવામાં આવે છે. તેથી જ મેં બેડરૂમ વાળી કોમેન્ટ કરી કારણ કે તેઓએ પહેલેથી જ લાઈન ક્રોસ કરી છે.”
આ પણ વાંચો : નોરા સાથે સ્કર્ટ પહેરીને ડાન્સ કરતો જોવા મળ્યો અક્ષય કુમાર, યુઝર કરી રહ્યા છે ટ્રોલ, જુઓ Viral video
સૈફે વધુમાં આગળ કહ્યું, “પાપારાઝી બાળકો જ્યારે એક્સ્ટ્રા ક્લાસ અથવા કોઈપણ ક્લાસ કરે છે ત્યારે તેને શૂટ કરે છે. પાપારાઝી શાળાની અંદર આવી શકતા નથી, ત્યાં લાઈન દોરવામાં આવી છે અને એટલું જ અમે કહીએ છીએ અને બાકીનું બધું ઘોંઘાટ અને બકબક છે. કારણ કે કોઈને ખબર નથી કે સત્ય શું છે અને દરેક વ્યક્તિ કંઈક વેચવા માંગે છે પરંતુ તે સત્ય છે. મારે બસ આટલું જ કહેવું છે.”